ઝાડું છોડી કમળ પકડ્યું! વિજય સુવાળાએ ધારણ કર્યો કેસરિયો- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): જાણીતા લોક ગાયક વિજય સુવાળા(Vijay Suvala)નો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયાના સાત મહિનામાં જ વિજય સુવાળા રાજીનામુ…

ગુજરાત(Gujarat): જાણીતા લોક ગાયક વિજય સુવાળા(Vijay Suvala)નો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયાના સાત મહિનામાં જ વિજય સુવાળા રાજીનામુ આપી ભારતીય જનતા પાર્ટી(BJP)માં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ આમ આદમી પાર્ટીની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે સમર્થકો સાથે કમલમ પહોચી ગયા હતા. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ કહ્યું હતું કે, હું મારા ઘરે પાછો ફર્યો છું. આજનો દિવસ મારા માટે ખૂબ અમૂલ્ય છે. મારો પરિવાર ત્રણ પેઢીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. રાતનો ભૂલ્યો દિવસે ઘરે પાછો આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભારતીય જનતા પાર્ટી જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરતો રહીશ.

ત્યારે આ અંગે સી.આર. પાટીલે જણાવતા કહ્યું હતું કે, વિજયભાઈ સુંવાળા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેઓ ફરીથી ઘરે પાછા આવ્યા છે. તેઓ બીજી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ મને મળ્યા હતા. આજે હું તેમનું ભાજપમાં સ્વાગત કરું છું.

આપ નેતા ઈસુદાન ગઢવી મનાવવા ગયા હતા:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે પહોચ્યા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી એકના બે થયા નહોતા . વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આપના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા. વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા તે અંગેની વિગતો હજી બહાર આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *