સુરતમાં ચોકલેટની લાલચે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ

સુરતના અમરોલીમાં પાંચ વર્ષની માસૂમ બાળકીને નજીકમાં જ રહેતાં બીજા રાજ્યના નરાધમે ચોકલેટની લાલચ આપી ફોસલાવી દુષ્કર્મ કર્યું હતું. બાળકીએ માતાને વાત કરતાં સમગ્ર મામલો…

સુરતના અમરોલીમાં પાંચ વર્ષની માસૂમ બાળકીને નજીકમાં જ રહેતાં બીજા રાજ્યના નરાધમે ચોકલેટની લાલચ આપી ફોસલાવી દુષ્કર્મ કર્યું હતું. બાળકીએ માતાને વાત કરતાં સમગ્ર મામલો પોલીસમાં સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે આરોપી યુવાનની ધરપકડ કરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગત 29મીએ અમરોલીમાં રઘુવીર ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી તે દરમિયાન નજીકમાં રહેતા મનુ ચંદન તૈલી (ઉં-21)ની નજર તેના પર પડી હતી. ખરાબ દાનત રાખી મનુ તૈલીએ બાળકીને ચોકલેટની લાલચ આપી અવાવવરૂ જગ્યાએ લઈ ગયો હતો. અહીં બાળકીનાં કપડા કાઢી શારીરિક અડપલા કર્યા હતા. કુકર્મ કર્યા બાદ તેણે બાળકીને ડરાવી હતી. જેથી ગભરાઈ ગયેલી બાળકીએ પરિવારજનોને કાંઈ વાત કરી ન હતી. દરમિયાન ગુમસુમ રહેતી બાળકીની માતાએ પુછપરછ કરી તો તેણે સમગ્ર હકીકત જણાવી હતી.

દરમિયાન મંગળવારે બપોરે નરાધમ મનુ તૈલી ઘર પાસેથી પસાર થતાં બાળકીએ ‘યે અંકલને ગલત કિયા થા’એવું માતાને જણાવ્યું હતું. જેથી બાળકીની માતાએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા. અને મનુ તૈલીને પકડી પાડ્યો હતો. જે બાદ પોલીસે ફરિયાદને આધારે તેની ધરપકડ કરી હતી. પોલીસે બાળકીનું તબીબી પરીક્ષણ કરાવવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *