સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે કોરોનાને કારણે કેટલાય લોકોના ધંધા બેરોજગાર ઠપ થઇ ચુક્યા છે. સાથે જોવા જઈએ તો કેટલાક લોકોના વ્યવસાય ભાંગી પડ્યા છે. ત્યારે સૌથી વધારે તકલીફ મધ્યમ વર્ગમાં પરિવારોને પડી રહી છે. લોકો પોતાની વેદના ઠાલવતા કહી રહ્યા છે કે અમારે અમારું ઘર કેમ ચલાવવું, કોરોનાને કારણે અમારા ધંધા ભાંગી પડ્યા છે.
ત્યારે આવા કોરોનાના કપરા સમયમાં સૂરતથી સમાચાર મળી રહ્યા છે. આજ રોજ તારીખ 06.08.2021 ના રોજ સુરત કોંગ્રેસ ખાતે ફી-વધારાને લઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. સુરત શહેરના કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી ની આગેવાની હેઠળ વાલીઓને સાથે રાખીને ફી-વધારા મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ જણાવતા કહ્યું છે કે, શાળાએ ફી ઘટાડવાને બદલે વધારી દીધી છે અને LC આપવાની પણ ના પાડી દીધી છે. ચાલુ વર્ષ માં સરકાર ના નિયમ અનુસાર ઓનલાઇન શિક્ષણ ચાલે ત્યાં સુધી 50% ફી માફ કરવી અને જે 12 % નો ફી વધારો કરવામાં આવ્યો છે તેને પાછો ખેચવામાં આવે.
સાથે તેમણે કહ્યું છે કે, ફી વધારો કર્યો એ પાછો ખેંચી બાળકો ના ભવિષ્ય ને ઉજાગર કરી વાલી ઓ ની સમસ્યા નો ઉકેલ લાવવા રજુઆત કરી પણ સ્કૂલ ના સંચાલકો એ કઈ પણ કરવાની ના પાડી દીધી. ત્યારે હવે જોવાનું કે, આવનારા દિવસો માં શાળા માં બાળકો તથા વાલી ઓ નું અહિત થઇ રહ્યું છે એટલે કૉંગ્રેસ પક્ષ ના કાર્યકરો ,વાલી ઓ સાથે મળી ને સમસ્યા નું નિરાકરણ લાવીશું અને જે કાંઈ કરવું પડશે એ કરી ને વાલી ઓ ને ન્યાય આપવીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.