ડ્રગ્સનો દુરૂપયોગ લોકો માટે મોટેભાગે ખર્ચાળ સાબિત થઈ શકે છે, પરંતુ ચીનમાં કોઈ વ્યક્તિ દ્વારા ડ્રગ્સ લેવાનું ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થયું છે. હકીકતમાં, ચીનમાં એક 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેણે મેથ નામની દવાઓ લીધા પછી તેની બાલ્કનીમાંથી પૈસા ઉડાડવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આકાશમાંથી પૈસાના વરસાદને કારણે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોમાં રોકડ ભેગા કરવાની હરીફાઈ થઈ હતી. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને નાર્કોટિક્સ એબ્યુઝ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ ઘટના થોડા દિવસો પહેલા દક્ષિણ પશ્ચિમ ચીનમાં સ્થિત શાપિંગબામાં બની હતી. ચાઇનીઝ પોલીસે ચીનની ટ્વિટર-નિયંત્રિત માઇક્રોબ્લોગિંગ સેવા વિબો પર લખ્યું, બપોરે 1.30 વાગ્યે, શાપિંગ્બા જિલ્લાના 29 વર્ષિય વ્યક્તિ બોએ તેના મકાનમાં મેથ ડ્રગ્સનો ઉપયોગ કર્યો અને તે પછી પ્રભાવમાં આવ્યો અને તેની બાળકનીમાંથી પૈસા ફેંકી દીધા.
બો આ પૈસા તેના 30 મા માળના એપાર્ટમેન્ટમાંથી ફેંકી રહ્યો હતો. રસ્તે નીકળતા લોકો આકાશમાંથી પૈસાના વરસાદને જોતા વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ પછી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જો કે, વહીવટીતંત્રે જાહેર કર્યું નથી કે, બોએ તેની બાલ્કનીમાંથી કેટલા પૈસા નીચે ફેંકી દીધા હતા. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, બો દ્વારા ફેંકી દેવાયેલા નાણાં તે પાછા આપશે, પરંતુ પોલીસે હજુ સુધી આ મામલે લોકો પાસેથી કોઈ સત્તાવાર વિનંતી કરી નથી.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ ઘટના સાઉથવેસ્ટ ચીનના ચોંગક્વિંગ જિલ્લાની છે. પોલીસે અહીં એક ઈમારતમાંથી 29 વર્ષિય શખ્સ બોની ધરપકડ કરી છે. કારણ કે, તે મેથ નામના ડ્રગ્સનું સેવન કર્યા બાદ બાલ્કનીમાંથી પૈસા ઉડાવી રહ્યો હતો. આકાશમાંથી પૈસાનો વરસાદ થતાં ત્યાં ટ્રાફિક જામ થવા લાગ્યુ હતું. પોલીસે આ શખ્સની ધરપકડ પણ કરી લીધી છે. જે બાદ નાર્કોટિક્સ એબ્યૂઝ અંતર્ગત તેના વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle