સોશિયલ મીડિયા પર ફોટો તથા વીડિયોનો એવો તો ખજાનો છે કે, જ્યાં કેટલાંક લોકોનાં હોંશ ઉડી જતાં હોય છે. અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં એક આશ્વર્યચકિત કરી દે એવી ઘટના સામે આવી રહી છે. ઘટના દેશની હોય કે પછી સાત સમંદર પાર વિદેશની હોય, મિનિટોમાં જ તે વાયરલ થઈ જતી હોય છે.
આવી જ એક તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અહીં એક, બે નહીં પણ 7 લોકો એક બાઇક પર સવાર થઈને જઈ રહ્યા છે. તમને કદાચ વિશ્વાસ ન આવે પરંતુ આ સત્ય છે. પહેલા આ તસવીર પર નજર કરો. તમે આગળથી અથવા તો પાછળથી ગણતરી શરૂ કરી શકો છો.
તમે ગણતરી કરશો તો તમને જાણ થશે કે, એક બાઇક પર કુલ 7 લોકો સવાર છે. આ સાત લોકોમાં બધાં જ લોકોનો સમાવેશ થાય છે. પરિવાર એક બાઇક પર સવાર થઈને જઈ રહ્યો છે. બાઇકના આગળના ભાગમાં કુલ 3 બાળકો બેઠા છે. ત્યારબાદ આ બાળકોના પિતા બાઇક ચલાવી રહ્યા છે.
ત્યારપછી એક બાળક, માતા તથા માતાના ખોળામાં પણ એક બાળક છે. આ બાઇકની બરાબર સામે એક પોલીસ અધિકારી ઊભા છે. પોલીસ અધિકારીની આ બાઇક ચાલક સામે બે હાથ જોડીને ઊભા છે. કદાચ પોલીસ અધિકારી બાઇક ચાલકને એક બે નહીં પણ અનેક શીખામણ આપવા માંગે છે.
અહીં નોંધનીય છે કે, બાઈક પર બે લોકોથી વધુની સવારી કરવા પર દંડ ભરવો પડતો હોય છે. જો કે, ખુબ સારી વાત એ છે કે, બાઇક ચાલકે હેલ્મેટ પહેરી રાખ્યું છે. બાઇકમાં સાત લોકો સવાર હોય તે ઓછું હોય તેમ બાઇકમાં થેલા પણ લટકતા જોઈ શકાય છે. ભગવાન ન કરે અને જો અકસ્માત સર્જાયો તો ચાલકની સાથે પરિવારના સભ્યોને પણ ગંભીર ઈજા પહોંચી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle