આ ફોટો જોઈને તમને લોકોને વિશ્વાસ થઈ જશે કે, લોકો પોતાનાં જીવનની ઘણી મહત્વ ક્ષણને યાદગાર બનાવવા માટે પોતાનો જીવ પણ દાવ ઉપર લગાવી દેશે.
કોલેજનાં દિવસોને બધા વિદ્યાર્થી યાદગાર બનાવવા ઈચ્છે છે પરંતુ ઘણી આ યાદોને ખાસ બનાવવા માટે આવું ખતરનાક પગલું ભરે તેવું પહેલી વાર જોવા મળ્યું છે. અમેરિકા દેશનાં ટેક્સાસમાં એક યુવતીએ પોતાને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળ્યા બાદ એવું જ કાંઇક કર્યું હતું. જેને જોઈને તમામ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. આ યુવતીએ ડિગ્રી મેળવ્યા બાદ મગર સાથે ફોટો ખેંચાવી હતી. જે હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે.
આ ફોટાને જોઈને તમને લોકોને વિશ્વાસ થઈ જશે કે, લોકો પોતાનાં જીવનની ઘણી ખાસ ક્ષણને યાદગાર બનાવવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે. આ યુવતીની હિંમત પણ જોવા જેવી હતી. આ યુવતીએ મગરની સાથે ફોટા ખેંચાવીને વિશ્વભરનું ધ્યાન પોતાનાં બાજુ આકર્ષિત કર્યું છે.
આ યુવતી ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેમજ અત્યારે તેણે ગ્રેજ્યુએટ પૂરું કર્યું છે. આ યુવતીનું નામ મકેન્ઝી નોલેન્ડ છે. તે ટેક્સાસનાં પશુ બચાવ કેન્દ્રમાં વન્યજીવ તેમજ મત્સ્ય વિજ્ઞાનમાં એક ઇન્ટર્નની જેમ કામ કરતી હતી. પોતાની ડિગ્રી પૂર્ણ થયા અગાઉ તે પશુ બચાવ કેન્દ્રમાં બિગ ટેસ્ટ નામનાં મગરની સાથે કામ કરતી હતી. કામ કરતી વખતે મગરની સાથે ખાસ દોસ્તી થઇ ગઈ હતી. જેનાં લીધે મકેન્ઝી મગરને સારી રીતે જાણી ગઈ હતી. મગર પણ મેકેન્ઝી સાથે પાળેલાં જાનવરની જેમ જ વ્યવહાર કરતો હતો.
મકેન્ઝીને ગ્રેજ્યુએશન ડિગ્રી મળ્યા બાદ તેનાં ખાસ મિત્રને મળવા ગઈ હતી તેમજ તેની સાથે ફોટો ક્લિક કરીને આ ક્ષણને યાદગાર બનાવી હતી. મકેન્ઝી દ્વારા તેનાં ફેસબુક પેજ ઉપર નોટ યોર ટિપિકલ ગ્રેજ્યુએશન પિક્ચર સાથે ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. લોકોને આ ફોટા ઘણા પસંદ આવી રહ્યા છે તેમજ યુવતીની હિંમતની પ્રશંસા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle