સુશાંતના મૃતદેહને લઈ જનાર કર્મચારીએ કર્યો ખુલાસો: ગળામાં સોયના 15-20 નિશાન -જુઓ ચોંકાવનારો વિડીયો

સુશાંતસિંહ રાજપૂતના (Sushant Singh Rajput) અવસાનને લગભગ અઢી મહિના થઈ ગયા છે. અભિનેતાનો પરિવાર, ચાહકો, મિત્રો બધા જ તેને ન્યાય અપાવવા પ્રયાસ કરી રહ્યા છે. સીબીઆઈ (CBI) તપાસ બાદ આ કેસમાં ઘણાં ટ્વિસ્ટ આવ્યા છે જે આશ્ચર્યજનક છે. તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ તેના પુત્રની હત્યારી છે. સુશાંતના મૃત્યુ પછી, મુંબઈ પોલીસે કહ્યું કે, આ આત્મહત્યા કેસ છે, પરંતુ હવે ચોકાવનારું નિવેદન કુપર હોસ્પિટલના કર્મચારીએ આપ્યું છે, જે સુશાંતના મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ કર્યા પછી તેના મૃતદેહને હોસ્પિટલમાં અને ત્યારબાદ સ્મશાનમાં લઈ ગયો હતો. વ્યક્તિનો દાવો છે કે, સુશાંતની હત્યા કરવામાં આવી છે.

સુશાંતની બહેન શ્વેતા સિંહ કૃતિએ (Shweta Singh Kriti) સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં હોસ્પિટલનો કર્મચારી એવો દાવો કરી રહ્યો છે કે, સુશાંતની હત્યા કરવામાં આવી છે. શ્વેતાએ એક ખાનગી ટીવીને આપેલા ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી છે, જેમાં તે વ્યક્તિએ સુશાંતની લાશ વિશે ઘણી વાતો જણાવી છે.

વીડિયોમાં હોસ્પિટલનો કર્મચારી કહી રહ્યો છે કે, ‘અમને ખબર હતી કે, આ હત્યા છે. અને જ્યાં-જ્યાં નિશાન હતા ત્યાં સોયના નિશાન હતા. તે નિશાનો ગળા પર હતા. કર્મચારીએ કહ્યું કે, ગળામાં 15 કે 20 નિશાન હતા અને ગળા પર ઘણી જગ્યા પર સેલો ટેપ લાગવાવમાં આવી હતી.

વીડિયોમાં તે વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે, હું મૃતદેહને કૂપર હોસ્પિટલ અને પછી સ્મશાનમાં લઈ ગયો. રિયા ચક્રવર્તીની હોસ્પિટલમાં આવી હતી તે વાત પણ કર્મચારીએ કબૂલાત કરી છે. કર્મચારીએ કહ્યું કે, બે લોકોએ મને કહ્યું હતું કે, તમે તેની બોડી બતાવી શકો છો? તેણીએ આવીને શરીર જોયું અને માફી માંગી.

હોસ્પિટલના કર્મચારીનો દાવો છે કે, મોટા ડોકટરો પણ કહેતા હતા કે, આ હત્યા છે. તે ફાંસી નથી. કર્મચારીએ આ મુલાકાતમાં કહ્યું હતું કે, અમે શરીર જોઈને ઓળખીએ છીએ, ફાંસી વાળું શરીર પીળું પડતું નથી. શરીરમાં ઘણી જગ્યાએ નિશાન હતા અને પગના તળિયામાં સોય ઘુસવેલી હતા.

આ વીડિયો શેર કરતાં સુશાંતની બહેને લખ્યું છે- ઓહ માય ગોડ!! આવા સમાચાર સાંભળીને મારું હૃદય એક હાજર વખત તૂટી જાય છે… તેઓએ મારા ભાઈ સાથે શું કર્યું? કૃપા કરી તેમની ધરપકડ કરો #ArrestCulpritsOfSSR

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *