આજકાલ આધુનિક યુગમાં યુવાનોમાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો બનાવીને અપલોડ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે, ઘણી વખત કંઈક નવું કરવાની લાલચમાં કે મિત્રો વચ્ચે રોલો પાડવા માટે આવું કામ કરી બેસતા હોય છે. જે તેમના માટે જોખમી સાબિત થાય છે. ખાસ કરીને બાઈક પર સ્ટંટ કરવાની જાણે કે, ફેશન આવી હોય તેમ નવાં નવાં વીડિયો સામે આવી રહ્યા છે.
થોડા દિવસ પહેલાં સુરત શહેરમાં પ્રેમીપંખીડાએ બાઈક પર જોખમી સ્ટંટ કર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આવો જ એક ખતરનાક સ્ટંટનો વિડીયો હાલમાં સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો પોતાના જીવને પણ જોખમમાં મુકતા હોય છે.
હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સુરતના સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તોલ જેવા હથિયાર સાથે સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં એક યુવક બુલેટ બાઈક પર હથિયાર બતાવી તેમજ છુટ્ટા હાથે બાઈક ચલાવતો નજરે પડી રહ્યો છે.
આવું પહેલી વખત નહિ બન્યું આ પહેલા પણ અનેક વખત સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા વીડિયો વાઈરલ થયા છે. જેની સામે પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તોલ જેવા હથીયાર સાથે સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહેલી વ્યક્તિ સુરત શહેરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આ મામલે પોલીસ કાર્યવાહી કરશે કે, કેમ તે પણ એક મોટો વિષય છે.
View this post on Instagram
અત્રે ઉલેખનીય છે કે, સુરતમાં આ પહેલા પણ બાઈક પર સ્ટંટ કરતા કપલ, કોલેજીયન યુવતી અને યુવકનો વીડિયો વાઈરલ થયો હતો. જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતા આ વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. બાઈક કબ્જે કરી ધરપકડ કરવા સુધીની કડક કાર્યવાહી કરી હતી. યુવક-યુવતીએ જાહેરમાં માફી પણ માંગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.