વડોદરા(ગુજરાત): છેલ્લા કેટલાક વર્ષોથી જન્મદિવસની ઉજવણીમાં વિચિત્ર સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તલવારથી કેક કપાતા હોય એવા પણ ઘણા વીડિયો જોવા મળ્યા છે.
વડોદરા-હાલોલ ટોલનાકા પર જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા મેનેજરનો વીડિયો જોવા મળ્યો છે. જેમાં મેનેજર શૈલેન્દ્રસિંહ ચૌહાણ તલવારથી કેક કાપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાયદેસરનો કાર્યવાહી શરુ કરી છે.
તલવારથી કેક કાપ્યા પછી ટોલનાકા બાજુનો એક રસ્તો ડીજે વગાડીને બ્લોક કર્યો હતો. આ ઉપરાંત, તલવારથી કરતબ પણ કર્યા હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ થવા માટે લોકો કેટલીય હદપાર કરી દે છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેના કારણે માઠા પરિણામ ભોગવવા પડે છે.
વડોદરા નજીક આવેલા હાલોલ ટોલનાકા પાસે ટોલનાકાના મેનેજરે બર્થ ડેનું સેલિબ્રેશન કર્યું હતું. જેમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જાહેરમાં તલવારના કરતબ કરીને બીજાના જીવને પણ જોખમમાં મુક્યું હતું. જોકે, આવું થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.