વાયરલ(Viral): મુંબઈ(Mumbai)માં લોકલ ટ્રેન(Local train)ના લેડીઝ કોચમાં ત્રણ મહિલાઓ વચ્ચે થયેલ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ઝડપથી વાયરલ(Viral video) થઈ રહ્યો છે. 31 સેકન્ડનો આ વિડીયો રોડ્સ ઓફ મુંબઈ પેજ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોને 5 લાખથી વધુ લોકોએ જોયો છે અને 840થી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યો છે.
Spirit of Mumbai – Part 4pic.twitter.com/CoyXl8TrPq
— Roads of Mumbai ?? (@RoadsOfMumbai) October 16, 2022
મહિલાઓની એક બીજા પર જોરદાર મારામારી:
વાયરલ વિડીયોમાં મુસાફરોથી ભરેલી ટ્રેનમાં ત્રણ મહિલાઓ લડતી અને એકબીજાના વાળ ખેંચતી જોવા મળે છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક છોકરી ગુસ્સામાં આધેડ મહિલા સાથે ખરાબ વર્તન કરે છે. તેણીને ખેંચે છે અને તેને મારવાનું શરૂ કરે છે. આ દરમિયાન એક ત્રીજી મહિલા પણ જોડાય છે અને તે યુવતીને મારવા લાગે છે.
વાયરલ થઈ રહ્યો છે વિડિયો:
ટ્રેનમાં મુસાફરો સમાધાન માટે આવે છે, પરંતુ ઝઘડો શરુને શરુ જ રે છે. એક મહિલા પેસેન્જરને એમ કહેતી સાંભળી શકાય છે, ‘આવો આંટી!’… લડાઈ વચ્ચે, અન્ય મહિલાઓ પોતાનો બચાવ કરવા માટે તેમની સીટ પરથી ઊભી થાય છે. તે જ સમયે, કેટલાક મુસાફરો લડાઈનો વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરે છે. થોડા સમય બાદ મામલો શાંત થતો જણાય છે.
સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાની સખત નિંદા કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે સંસ્કારી સમાજના લોકોને આ શોભતું નથી. ઘણા લોકોએ આ અંગે રેલવે પ્રશાસન પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ખબર છે કે થોડા દિવસો પહેલા પણ મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલાઓ એકબીજાને મારતી અને વાળ ખેંચતી જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.