ક્રિકેટર વિરાટ કોહલી 2020 માં સતત ચોથા વર્ષે 237.7 મિલિયન યુએસ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે સૌથી વધુ અમીર ભારતીય સેલિબ્રેટી બન્યા છે, આ સાથે સાથે હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને રણવીર સિંહ આ યાદીમાં બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, 2020ની ટોચની 10 સૌથી કિંમતી સેલિબ્રિટી લિસ્ટમાં ફક્ત કોહલી ફિલ્મ ઉદ્યોગની બહાર છે અને માત્ર બે જ મહિલાઓ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોહલીનું બ્રાંડ વેલ્યુ 2020 માં યથાવત રહી હતી, જ્યારે ટોચની 20 હસ્તીઓએ તેમના કુલ મૂલ્યના પાંચ ટકા અથવા લગભગ એક અબજ યુએસ ડોલર ગુમાવ્યા હતા.
કોહલી સતત ચોથા વર્ષે દેશના સૌથી અમીર સેલિબ્રિટી બન્યા છે અને કોવિડ-19 રોગચાળો હોવા છતાં, તેનું બ્રાન્ડ મૂલ્ય $ 237.7 મિલિયન સ્થિર છે. અક્ષય કુમારની બ્રાંડ વેલ્યુ 13.8 ટકા વધીને 11.89 મિલિયન યુએસ ડોલર થઈ અને તે બીજા સ્થાને રહ્યો. રણવીર સિંહ 10.29 મિલિયન સાથે ત્રીજા સ્થાને છે.
2020 માં ટોપ 20 હસ્તીઓના કુલ બ્રાન્ડ મૂલ્ય 1 અબજ ડોલર હતું, જે 2019 ની તુલનામાં પાંચ ટકા ઓછું હતું. આ યાદીમાં શાહરૂખ ખાન 5.11 મિલિયનના મૂલ્યાંકન સાથે ચોથા ક્રમે છે, જ્યારે દીપિકા પાદુકોણ 5.04 મિલિયન સાથે પાંચમા ક્રમે છે. આલિયા ભટ્ટ છઠ્ઠા ક્રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle