‘છેલ્લી 50 મેચમાં એક પણ સદી નહિ’ -સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે કેપ્ટન વિરાટ કોહલી, જાણો કારણ

ભારતીય ક્રિક્રેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને કોણ ન ઓળખતું હોય! હજુ થોડા સમય પહેલા સુધી વિરાટ કોહલીના બેટથી રનનો વરસાદ થઈ રહ્યો હતો. તેને અટકાવવો કોઈપણ બોલર માટે ખુબ અઘરું બન્યું હતું પણ હવે પરીસ્થિતિ બદલાઈ ગઈ છે. વિરાટ કોહલીનું બેટ તેનાથી ખુબ નારાજ થયું છે. 

સમગ્ર વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કે, જે ધનાધન સદીઓ ફટકારતો હતો, તે હવે ત્રણેય ફોર્મેટમાં મળીને 50 ઈનિંગથી સદી ફટકારી શક્યો નથી. હેડિંગ્લેમાં ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં તેનું ફોર્મ પાટા પર આવી શક્યું ન હતું. મેચના સૌપ્રથમ કલાકમાં કોહલી પેવેલિયન પાછો ફરી ગયો હતો.

બુધવારે તે ફક્ત 7 જ રન બનાવીને જેમ્સ એન્ડરનના બોલ પર આઉટ થઈ ગયો હતો. બોલ તેના બેટના કિનારાને લાવીને વિકેટની પાછળ જોસ બટલરના હાથમાં પહોંચી ગયો હતો.  છેલ્લી 18 જેટલી ઈનિંગમાં કોહલીની બેટિંગ એવરેજ ફક્ત 23ની છે.

તમામ બેટ્સમેનના કરિયરમાં એવો સમય આવતો હોય છે કે, તે રન બનાવી શકતો નથી. ખરાબ સમય ખેલાડીના જીવનનો ભાગ છે. કરિયરમાં ચઢાવ-ઉતાર આવતા રહેતા હોય છે. તમામ મોટા ખેલાડીના જીવનમાં આવો સમય આવતો હોય છે. લાગી રહ્યું છે કે કોહલી પણ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષ 2014માં પણ કોહલી આ સ્થિતિમાંથી પસાર થયો હતો.

પરંતુ એવું લાગી રહ્યું છે કે ઓફ સ્ટમ્પની બહાર બોલ સાથે ચેડા કરવાની આદત કોહલીમાં ફરી આવી ગઈ છે. ઈંગ્લેન્ડમાં કોહલી સૌપ્રથમવાર એવા બોલ પર આઉટ થયો છે કે, જેને છોડી શકાય છે. સિરીઝમાં ચોથીવખત વિકેટની પાછળ આઉટ થયો છે.

કોહલીનો ખરાબ સમય વર્ષ 2020માં ભારતના ન્યૂઝીલેન્ડના પ્રવાસથી શરૂઆત થઈ હતી. ત્યાં કુલ 4 T-20 આંતરરાષ્ટ્રીય, 3 વનડે આંતરરાષ્ટ્રીય તથા 2 ટેસ્ટ મેચોમાં કુલ મળીને કોહલી ફક્ત 218 રન બનાવી શક્યો હતો.

હેડિંગ્લે ટેસ્ટમાં ભારતની સ્થિતિ ખરાબ:
લોર્ડ્સમાં શાનદાર વાપસી કરીને જીત મેળવનાર ભારતીય ટીમ લીડ્સ ટેસ્ટમાં લંચ પછી ફક્ત 78 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી કે, જેના ઉત્તરમાં ઈંગ્લેન્ડે સૌપ્રથમ દિવસના અંતે વગર વિકેટે 120 રન બનાવી લીધા હતા. આમ, ઈંગ્લેન્ડે 42 રનની લીડ મેળવી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *