ધીરે-ધીરે વિરાટ કોહલી દરેક પદ પરથી આપી રહ્યો છે રાજીનામું- ટી-20 વર્લ્ડ કપ બાદ આ પદેથી પણ આપશે રાજીનામું

રમત-ગમત(Sport): આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021(ICC T20 World Cup 2021) પછી વિરાટ કોહલી(Virat Kohli)એ તાજેતરમાં જ ક્રિકેટ(Cricket)ના ટૂંકા ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા(Team India)ની કેપ્ટનશીપ(Captaincy) છોડવાની જાહેરાત કરી હતી. હવે તેણે કહ્યું છે કે તે આઇપીએલ 2021(IPL 2021) પછી RCB(Royal Challengers Bangalore)ની કેપ્ટનશીપ પણ છોડી દેશે.

વિરાટે તેમના ચાહકોને ભાવનાત્મક સંદેશ આપ્યો:
વિરાટ કોહલીએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું, ‘ RCBના કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL છે. હું મારી છેલ્લી આઈપીએલ રમત રમીશ ત્યાં સુધી હું RCB ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખીશ. મારા તમામ RCB ચાહકોનો મારા પર વિશ્વાસ કરવા અને મને સાથ આપવા બદલ આભાર.

કામના બોજને મેનેજ કરવાનો છે મુખ્ય હેતુ:
વિરાટ કોહલીએ આગળ કહ્યું, ‘મેં ટીમ સાથે વાત કરી છે. આ બાબત મારા મગજમાં હતી કારણ કે મેં તાજેતરમાં ટી -20 ની કેપ્ટનશીપ છોડી દીધી છે જેથી હું કામનો બોજ સંભાળી શકું જે ખૂબ વધારે છે. હું કેવી રીતે આગળ વધવા માંગું છું તે વિશે હું સંપૂર્ણપણે સ્પષ્ટ થવા માંગતો હતો. મેં મેનેજમેન્ટને સ્પષ્ટપણે કહ્યું છે કે, હું RCB સિવાય અન્ય કોઈ ટીમ વિશે વિચારી શકતો નથી.

વિરાટ કોહલી હંમેશા RCB તરફથી રમશે:
આ મેસેજમાં વિરાટ કોહલીએ બીજી સૌથી મોટી વાત કહી કે તે હંમેશા RCB માટે રમશે. તે નોંધનીય છે કે, તે 2008 થી બેંગ્લોર(Bangalore) ફ્રેન્ચાઇઝી માટે સતત રમી રહ્યો છે, તેને વર્ષ 2013 માં આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીએ શા માટે લીધો આ મહત્વનો નિર્ણય?
વિરાટ કોહલી છેલ્લા 8 વર્ષથી RCB ના કેપ્ટન છે, પરંતુ તે અત્યાર સુધી પોતાની ફ્રેન્ચાઇઝી ચેમ્પિયન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે, તેથી તેના પર આ જવાબદારી છોડવા માટે સતત દબાણ હતું, કદાચ આ કારણે તેણે આ આઘાતજનક નિર્ણય લીધો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *