સુરત(ગુજરાત): આજે લોકો વિદેશ જવા માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે. ત્યારે લોકોને વિદેશ જવાના સપના બતાવીને કૌભાંડ આચારનારા લોકો માર્કેટમાં ફરી રહ્યા છે. સુરતમાં બોગસ પાસપોર્ટ અને વીઝા બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત એસઓજી અને ગુજરાત એટીએસે બોગસ પાસપોર્ટ અને વીઝાના આધારે અલગ-અલગ દેશોમાં લોકોને મોકલવાના રેકેટને ઝડપી પાડ્યું છે. મોટા વરાછામાંથી પોલીસે આરોપી મોહમ્મદ ઇરફાન ઐયુબ ઇસ્માઇલ આદમની ધરપકડ કરી છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, આ કૌભાંડની માહિતી સુરત એસઓજી અને ગુજરાત એટીએસને મળી હતી કે, મોહંમદ ઈરફાન ઐયુબ નાનો શખ્સ લોકોને વિદેશ મોકલવા સેટિંગ કરે છે. તે વાયા પાકિસ્તાન થઈને લોકોને યુરોપ, આફ્રિકા, કેનેડા અને યુકેમાં મોકલે છે. એરપોર્ટ પર તેનુ સેટિંગ છે. તેથી ગઈકાલે પોલીસે તેની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા હતા.
મોટા વરાછામાં જાદવત ફળિયામાં રહેતો મોહમંદ ઇરફાન ઐયુબ ઇસ્માઈલ આદમ વિવિધ દેશોના બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવી લોકોને વિદેશ મોકલતો હતો. એટીએસની ટીમને દરોડામાં વિવિધ દેશોના પાસપોર્ટ મળી આવ્યા છે. નેપાલ, આર્મેનીયા, તુર્કી, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, અમેરિકા, પેરૂ તથા નાઇઝીરિયાના નકલી પાસપોર્ટ જપ્ત કર્યા હતા.
એટલુ જ નહિ, ભારતના વિવિધ શહેરોમાઁથી એટીએસએ બોગસ પાસપોર્ટ પણ મેળવ્યા હતા. તેના ફોનમાંથી 50 થી વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. ગેરકાયદેસર રીતે મોહંમદ પોતે 25 વાર બાંગ્લાદેશ જઈ આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.