ડૉ. અમિત શાહનો પુત્ર વધુ એક કાંડમાં ઝડપાયો! દારૂ પાર્ટીમાં રશિયન મહિલા સહિત જાણો કોણ પકડાયું…

અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસનો દોષિત વિસ્મય શાહને વધુ એક ગુનામાં પોલીસે ઝડપી લીધો છે. વિસ્મય શાહની સાથે વીએસ હોસ્પિટલની તબિબ નીમા શાહ પણ પાર્ટીમાં હાજર હતી તથા અન્ય મિત્રો અને વિસ્મય શાહની પત્ની પણ આ પાર્ટીમાં હાજર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તમામ લોકોની ધરપકડ કરી લીધી છે. ફાર્મહાઉસમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ અને બિયરની બોટલો મળી આવી છે. જણાવી દઈએ કે મંથન ગણાત્રા, નિમા શાહ, વિસ્મય શાહ, હર્ષદ મજુમદાર, વિસ્મયની પત્ની પૂજા શાહ સહિતના શખ્સો ઝડપાયા છે. એક રશિયન મહિલા પણ ઝડપાઈ હતી પણ તેની પાસે દારૂની પરમિટ હોવાથી પોલીસે છોડી મૂકી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગાંધીનગરની બાલાજી કુટીરમાં ગાંધીનગર LCBની ટીમે દરોડા પાડી વિસ્મય શાહ સિહત છ નબીરાઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે દારૂ સહિત મોંઘીદાટ કાર જપ્ત કરી છે. તમામ પાંચેય આરોપીઓની મેડિકલ તપાસ કરવામાં આવી છે. અડાલજના સીએચસી સેન્ટરમાં મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને મેડિકલ રિપોર્ટ આવતાં 3-4 કલાક લાગી શકે છે. જણાવી દઈએ કે હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે.

 

તાજેતરમાં જ વિસ્મય શાહે પત્ની સાથે હનિમૂન મનાવવા વિદેશ જવા માટે મંજૂરી માગી હતી જે કોર્ટે એમ કહીને ફગાવી દીધી હતી કે શું દેશમાં ફરવા લાયક એકેય સ્થળ નથી?

મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યલાહી હાથ ધરશે. કહેવામાં આવી રહ્યું છે કે કોઈ મિત્રનો બર્થડે ઉજવવા માટે વિસ્મય શાહ સહિતના શખ્સો આ ફાર્મહાઉસમાં એકઠા થયા હતા. થર્ટી ફર્સ્ટ નજીક હોય શહેરભરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓની તાદાત વધતી જઈ રહી છે. તાજેતરમાં જ સુરતમાંથી દારૂની બોટલ ભરેલો ટ્રક મળી આવ્યો છે.