સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા, ત્રણ વિદેશી યુવતીઓ ઝડપાતા સનસનાટી

અમદાવાદમાં ફરી એક વખત પોલીસે સ્પા પર દરોડા પાડ્યાં છે. થલતેજ ગુરુદ્વારા પાછળ આવેલા અક્ષર સ્ટેડિયામાં ચાલતા ધ હેરિટેજ વેલનેસ સ્પામાં વસ્ત્રાપુર પોલીસે દરોડા કર્યા હતા. જેમાં વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરીને અહી કામ કરી રહેલી ત્રણ થાઇલેન્ડની યુવતીઓની ધરપકડ કરી છે. સ્પા સેન્ટરના માલિક સાગર પંચાલ અને અન્ય બે મહિલાઓની પણ ધરપકડ કરી છે.

મળેલી બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, જોકે દેહવ્યાપાર ચાલતો હોવાના કોઇ પુરાવા પોલીસને હાથ લાગ્યા હતા નહોતા. સ્પા સેન્ટરમાં સંચાલક, મેનેજર, થાઇલેન્ડની ત્રણ યુવતી સહિત અન્ય બે યુવતી અને બે યુવક કામ કરતાં હતાં. પોલીસે થાઇલેન્ડની તમામ યુવતીઓની પૂછપરછ કરી હતી અને તેમના પાસપોર્ટ અને વિઝા ચેક કર્યા હતા. પોલીસે યુવતીઓના વિઝા ચેક કરતાં તેઓ બિઝનેસ વિઝા પર આવેલી હોવાનું સામે આવ્યું હતું. ‌બીઝનેસ વિઝા પર આવેલી હોવા છતાંય તે સ્પામાં નોકરી કરતી હોવાથી પોલીસે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે.

વસ્ત્રાપુર પોલીસે સ્પાના માલિક સાગર દિપક પંચાલ, મેનેજમેન્ટ મેનેજર રેશ્મા હાજી મોહમંદ છીપા (ઉં,29) રહે, વસંતરજબ પોલીસ ચોકી પાસે, જમાલપુર, આસી.મેનેજર સોમા બોલોરામ પોખરેલ (ઉં,25) રહે, ગોદરેજ ગાર્ડન સિટી, ગોતા, મૂળ નાગાલેન્ડ અને મેનેજર પુષ્પેન્દ્રસિંહ જગતસિંહ ચુડાવત (ઉં,28 રહે, વૃદાંવન ઔડા ફલેટ, વસ્ત્રાપુર તળાવ પાસે વિરૃદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે સ્પામાંથી મળી આવેલી થાઈલેન્ડની ત્રણ યુવતી મિસ પુનથારિકા ખુથમ્ના, મિસ ચોટીકા સોમફોન ચાયાસેન્ગ અને સુની સંગા ટોડેન્ગ ત્રણ રહે, થાઈલેન્ડન સામે ઈમિગ્રેશન વિભાગને જાણ કરવાની કાર્યવાહી કરી હતી. ટી-૧ અને બી-૧ વિઝામાં વર્ક પ્રોહીબીટેડ હોવા છતાં આ યુવતીઓએ સ્પામાં નોકરી કરી વિઝા નિયમનો ભંગ કર્યો હતો. પોલીસના દરોડાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *