ના દેખાયુ માસ્ક કે સોશિયલ ડિસ્ટનસીંગ- VNSGU ના કુલપતિએ ઉડાવ્યા કોરોના ગાઈડલાઇન્સના ધજાગરા, પોલીસ કાર્યવાહી કરશે કે ડરશે?

હાલમાં ગુજરાત સરકારની ગાઈડલાઈન અનુસાર ગણપતિ ઉત્સવ ને અમુક મર્યાદાઓ રાખીને ઉજવણીમાં છૂટછાટો આપી છે, જેમાં સરઘસ કાઢવાની કે રેલી કાઢવાની મનાઈ ફરમાવવામાં આવી છે.…

હાલમાં ગુજરાત સરકારની ગાઈડલાઈન અનુસાર ગણપતિ ઉત્સવ ને અમુક મર્યાદાઓ રાખીને ઉજવણીમાં છૂટછાટો આપી છે, જેમાં સરઘસ કાઢવાની કે રેલી કાઢવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ગઈકાલે સુરતમાં ઠેક ઠેકાણે પોલીસ દ્વારા રેલીઓ કે જુલુસ કાઢનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આજે દિવસભર પણ આ કાર્યવાહીનો દોર શરૂ રહ્યો હતો, જેને લીધે ગણેશ ભકતોમાં રોષ પણ દેખાયો છે.

એક તરફ સુરત કોરોના મુક્ત થવાને આરે છે અને બીજી તરફ દક્ષિણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને પથદર્શક એવા કુલપતિ કિશોરસિંહ ચાવડાએ સોશિયલ ડિસ્ટન્સ અને માસના નિયમો ભૂલી જઈને ગણેશ ઉત્સવની પરમિશન આપી હતી.

એટલું જ નહીં, યુનિવર્સીટી કેમ્પસમાં જ ABVPના ઝંડાઓ સાથે રેલી નિકળી અને કુલપતિ કિશોરસિંહ ચાવડા ગણેશ સ્થાપનમાં ટોળા નો ભાગ પણ બન્યા હતા. કદાચ વિદ્યાર્થીઓ તો નાદાન હોઈ શકે, પરંતુ એક પીઢ પ્રોફેસર રહી ચૂકેલા કિશોરસિંહ ચાવડા પોતાની નૈતિકતા ભૂલી ગયા હતા અને વિદ્યાર્થીઓને પાઠ ભણાવવાને બદલે પોતે જ આ ભીડનો હિસ્સો બની ગયા હતા.

ગઈકાલે સુરતમાં મોડી રાત્રે મનપા અને પોલીસ તંત્ર દ્વારા થોડા મોટા સાઈઝના મંડપ બન્યા હોય તેને દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી. ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં આયોજન કરવામાં આવેલા ગણેશ સ્થાપનમાં મંડપ ની સાઇડ સરકારશ્રીના નિયમ કરતા મોટી જોવા મળી રહી છે અને આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે આ ઘટના બાદ શું સુરત પોલીસ કુલપતિ અને આ વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરશે? કે આંખ બંધ કરીને તમાશો જોશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *