જો સરકાર મદદ નહિ કરે તો વોડાફોન અને આઈડિયા કંપની થઈ જશે બંધ

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ટેલિકોમ વિભાગને ચૂકવવાની રકમમાં સરકાર ભારતની ત્રીજા નબંરની સૌથી મોટી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું છે કે, કોઇ રાહત નહીં આપે તો તેને પોતાનો બિઝનેસ બંધ કરવો પડશે તેમ કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન આઇડિયાને ટેલિકોમ વિભાગને 53,038 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. બિરલાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જો અમને સરકાર તરફથી કોઇ રાહત નહીં મળે તો વોડાફોન આઇડિયાની સ્ટોરીનો અંત આવી જશે.રલાએ એ વાત એ સવાલના જવાબમાં કહ્યું, જેમાં તેમને સરકારથી રાહત નહીં મળવાની સ્થિતિમાં કંપનીની રણનીતી વિશે પુછવામાં આવ્યું હતું. બિરલા વોડફોન ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલરના વિલયથી બનેલી કંપની વોડાફોન-આઈડિયાના ચેરમેન છે.

ગયા વર્ષે કુમાર મંગલમ બિરલાની આઇડિયા સેલ્યુલર અને બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ વોડાફોનના ભારતીય યુનિટ વચ્ચે મર્જર થયું હતું. દેશની સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ દ્વારા મફત કોલિંગ અને ખૂબ જ ઓછા દરે ડેટા આપવાના કારણે ઉભા થયેલા દબાણને પગલે આઇડિયા અને વોડાફોનને મર્જર કરવાની ફરજ પડી હતી.વોડાફોન આઇડિયાએ જાહેર કરેલા નિવેદનામાં કહેવામાં આવ્યુ છે કે કંપની 1 જાન્યુઆરીથી ટેરીફની કિંમતોમાં વધારો કરશે.આની સીધી અસર 37 કરોડ ગ્રાહકો પર પડશે.

મર્જર પછી અઆ કંપનીનું કુલ દેવું વધીને 1.17 લાખ કરોડ રૂપિયા થઇ ગયું હતું. કેટલાક સપ્તાહ અગાઉ જ કંપનીએ ભારતીય કોર્પોરેટ જગતના ઇતિહાસમાં સૌથી મોટું નુકસાન નોંધાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે બીજી ટેલિકોમ કંપનીઓની જેમ વોડાફોન-આઇડિયા ઉપર પણ દેવાનો બોજ વધી ગયો છે. આ કાર્યક્રમમાં જ્યારે બિરલાને પૂછવામાં આવ્યું કે શુ વોડાફોન આઇડિયામાં વધુ નાણાનું રોકાણ કરવામાં આવશે તો તેમણે જણાવ્યું હતું કે ખરાબ બિઝનેસમાં વધુ નણા રોકવાનો કોઇ અર્થ નથી.

એરટેલ અને વોડાફોન બંનેએ સરકાર સમક્ષ વ્યાજ અને દંડમાં રાહતની માગ કરી છે. બિરલાને આશા છે કે સરકારે ફકત ટેલિકોમ સેક્ટર જ નહીં પણ સમગ્ર કોર્પોરેટ જગતને રાહત પ્રદાન કરશે જેથી અર્થતંત્રના વિકાસની ઝડપ વધારી શકાય. ઉલ્લેખનીય છે કે ચાલિ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં જીડીપી ઘટીને 4.5 ટકા થઇ ગયો છે.

મહત્વનું છે કે, વડાફોન આઈડિયાને ચાલૂ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ભારતના કોર્પોરેટ ઈતિહાસનું સૌથી વધારે એક ત્રિમાસિકનું નુકસાન થયું હતું. કંપનીને આ ત્રિમાસિકમાં 50, 922 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. વોડાફોન-આઈડિયાને થયેલું આ નુકસાન કંપનીએ દર વર્ષે કમાયેલાના નાણાંના 10 ગણા બરાબર છે. તો સુપ્રીમ કોર્ટે આપેલા AGR Verdictમાં વોડાફોન-આઈડિયાને 28, 300 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *