ગુજરાત વિધાનસભા ચુંટણીમાં આ લોકો માટે કરાઈ ખાસ વ્યવસ્થા- ઘર બેઠા જ કરી શકશે મતદાન

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ગતરોજ ઉમેદવારોની 10મી યાદી જાહેર…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ગતરોજ ઉમેદવારોની 10મી યાદી જાહેર કરવામાં આવી હતો. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ(Congress) દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. ભાજપ(BJP) દ્વારા થોડા સમયમાં યાદી જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે હવે ચુંટણીની તારીખો પણ જાહેર થઇ ગઈ છે. તો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘર બેઠા મતદાન કરવા આ વખતે વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે આ વર્ષની ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વયના લોકો ઘર બેઠા જ મતદાન કરી શકશે.

જો વાત કરવામાં આવે તો ઘરેથી મતદાન કરનારાઓની સંખ્યા સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં નોંધાઇ ચુકી છે. અમદાવાદ શહેરમાં 100 વર્ષના સૌથી વધુ 1500 જેટલા મતદારો ઘરેથી મતદાન કરનારાઓમાં સમાવેશ થાય છે. હાલમાં 80 વર્ષથી વધુ વયના 1.31 લાખથી વધુ મતદારો અમદાવાદ શહેરમાં છે. એમાં પણ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં 100 વર્ષના સૌથી વધુ મતદારોનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરના એલિસબ્રિજમાં 218 મતદારો જ્યારે સૌથી ઓછા નિકોલ વિસ્તારમાં 100 વર્ષથી વયના 36 મતદારો નોંધાઇ ચુક્યા છે. જ્યારે નારણપુરામાં 128, વેજલપુરમાં 105, ધંધુકામાં 100 અને ઘાટલોડિયામાં 97 મતદારો નોંધાઇ ચુક્યા છે. આ સાથે સાબરમતીમાં 73, બાપુનગરમાં 66, મણીનગરમાં 69, દસક્રોઇમાં 60 મતદારો, નરોડામાં 61 અને વટવામાં 50 મતદારો નોંધાઇ ચુક્યા છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *