સુરત: એક જ દિવસમાં હાર્ટએટેકથી બે યુવાનો ઢળી પડ્યા, પિતાનું દીકરાની છઠ્ઠીમાં નાચતા- કેમેરામાં કેદ થયા મોતના દ્રશ્યો

સુરત: ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટએટેક (Heart attack) ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે. સુરત માં અલગ-અલગ જગ્યાએ બે લોકોના નિધન હાર્ટએટેકના કારણે થયા તેવું માનવામાં આવી રહ્યું છે.

મૃતક યતિન

સુરતમાં યુવાનનું સોડા પિતા પિતા મોત

સુરત શહેરમાં આવેલા કાપોદ્રા વિસ્તારમાં એક યુવકનું રહસ્યમય મોત નીપજ્યું છે. 32 વર્ષીય યુવકનું સોડા પીતાં પીતાં મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકે સોડા પીધા બાદ તબિયત લથડી હોય તેવું લગતા નજીકમાં આવેલી એક દુકાનના બાંકડા પર બેસી ગયો હતો. આ વાત સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારબાદ યુવક બાંકડા પરથી ઉભો થઈને જતો હતો ત્યારે ચાલતાં ચાલતાં ઢળી પડ્યો હતો.

મળેલી માહિતી અનુસાર આ યુવકનું નામ યતિન મોવડિયા હતું, તે કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. આજે યતિન કામ અર્થે બહાર નીકળ્યા બાદ તેણે એક પાન કોર્નર પર સોડા પીધી હતી. ત્યાર બાદ યતિને ગભરામણ થતાં નજીકમાં આવેલી એક દુકાનના બાકડા પર બેસી ગયો હતો. ત્યાર બાદ ચાલતાં ચાલતાં યતિન ઢળી પડ્યો હતો. ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

સ્મિમેર હોસ્પિટલ ખાતે યતિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખેસડવામાં આવ્યો હતો. સ્મિમેર હોસ્પિટલના તબીબો દ્વારા જરૂરી સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે, જેથી મોતનું સ્પષ્ટ કારણ સામે આવે. જોકે હાલ તો યુવકનું હાર્ટએટેક ના કારણે મોત થયું હોવાની શક્યતા જોવાઈ રહી છે.

મૃતક કિરણ

દીકરાના નામકરણમાં પિતાનું મોત

સુરત શહેરના કોસાડ ગામથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો દીકરાની છઠ્ઠીના દિવસે દીકરાનું નામ કરણ થઈ રહ્યું હતું અને આ વચ્ચે નાચતા-નાચતા જ અચાનક પિતાનું મોત થતા જોત જોતામાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. હાલ પિતા કિરણ ઠાકુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને તબીબો દ્વારા મૃતકના જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જેથી મોતનું સ્પષ્ટ કારણ સામે આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *