જુઓ વીડિયોમાં સુરતમાં ચાલતી ગાય માતા કેવી રીતે અચાનક ગટરમાં સમાઈ ગઈ

સુરત(Surat): શહેરમાં ભટાર(Bhatar) અંબાનગર કેનાલ રોડ પર એક ગાય ગટરમાં પડી ગઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવી(CCTV) કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ત્યારબાદ આ ગાયને…

સુરત(Surat): શહેરમાં ભટાર(Bhatar) અંબાનગર કેનાલ રોડ પર એક ગાય ગટરમાં પડી ગઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવી(CCTV) કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ત્યારબાદ આ ગાયને જેસીબીની મદદથી રોડને ખોદીને બહાર કાઢવામાં આવી હતી. હલકી ગુણવતાવાળા ગટરના ઢાંકણને લઈ ઘટના બની હોવાનું ત્યાના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

સુરત મહાનગર પાલિકાના કામ સામે ઉદભવી રહ્યા છે અનેક પ્રશ્નો:
સ્થાનિક લોકોએ નામ ન લખવાની શરતે જણાવતા કહ્યું હતું કે, સરકાર ગાયને માતાનો દરજ્જો અને એનો હક્ક આપવા એક લડત ચલાવી રહી છે પરંતુ ગાય સુરક્ષિત રીતે રહી શકે કે ફરી શકે એ માટે તંત્ર ગંભીર ન હોવાનું પણ ઘણીવાર સામે આવ્યું છે. એક ગાય રોડ પર ચાલતી વખતે ગટરના ઢાકણાં પર પગ મૂકેને ગાય એ ગટરની અંદર ઘૂસી જાય એ પાલિકાના કામ સામે અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

ફાયરની ટીમે દોઢ કલાકની ભારે મેહનત બાદ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું:
સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ ગાયને બચાવવા પાલિકા અને ફાયરનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો. જેસીબીથી ખાડો ખોદી ગાયને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં ફાયરના જવાનો સફળ રહ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ફાયર ટીમના સ્ટાફે દોઢ કલાકની મેહનત બાદ ગાયને બહાર કાઢી હતી અને જીવ બચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *