રાજસ્થાન: તખતગઢ નજીક હાઇવે 325 પસાર થતા બીથિયા માઇનોર પાસે મંગળવારે રાત્રે બે બાઇક અથડાઇ હતી. અકસ્માતમાં 2 યુવકોના મોત થયા હતા અને 3 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે સુમેરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તખતગઢ પોલીસ સ્ટેશનના એએસઆઈ શેષરામે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત લોકો બાઇક પર પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા જઈ રહ્યા હતા. ત્યારે તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઇ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી બાઇક સાથે તેની બાઇક અથડાઇ હતી. આ અકસ્માતમાં જાલોર જિલ્લાના અગવારી હાલના તખતગઢ શહેરના મહાવીર બસ્તી નિવાસી 25 વર્ષીય રાહુલ અને તખતગઢ શહેરના ખેડાવાસ મોહલ્લાના નિવાસી 28 વર્ષના પુખરાજ મૃત્યુ પામ્યા હતા. જ્યારે નગરના બંદારા ગલી મેઘવાલ નિવાસી રામારામ પુત્ર કુયારામ મેઘવાલ, ખેડાવાસના રહેવાસી રૂપારામ પુત્ર કાળુરામ ભીલ અને નગરની મસ્જિદ ગલીમાં રહેતા હરીશ પુત્ર કન્હૈયાલાલ માલીને ઇજાઓ પહોંચી હતી.
સારવાર બાદ નગરના બંદારા ગલી મેઘવાલ નિવાસી રામારામ પુત્ર કુયારામ મેઘવાલ અને નગરની મસ્જિદ ગલીમાં રહેતા હરીશ પુત્ર કન્હૈયાલાલ માલીને પ્રાથમિક સારવાર બાદ સુમેરપુર રીફર કરવામાં આવ્યા હતા. ચાલતી બાઇક પર એક યુવાન ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઇ રહ્યો હતો. જેના કારણે તેનું ધ્યાન બાઇક પરથી હટી ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.