મોટાભાઈની સાળીને પ્રેમ કરી બેઠો નાનો ભાઈ- બંને વચ્ચે પાંગર્યો પ્રેમ… અચાનક એવું તો શું થયું કે, યુવકે આપી દીધો જીવ

સોમવારે સવારે નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ સંતોષ કુમાર તરીકે થઇ છે. જેની ઉમર 21 વર્ષ છે. તેને તેના મોટા ભાઈની સાળી સાથે પ્રેમ હતો. મૃતક તેની સાથે લગ્ન કરવા માંગતો હતી. પરંતુ પરિવારના લોકો એ આ વાતનો સ્વીકાર ન કર્યો.

19 જાન્યુઆરીના રોજ કામ શોધવાના બહાને યુવક બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો. આ પછી તે ઘરે પાછો આવ્યો ન હતો. 20 જાન્યુઆરીના રોજ તેની બાઇક લગભગ 55 કિમી દૂર બેતવા નદીના કિનારે મળી આવી હતી.10 દિવસ પછી આજે નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સંતોષ કુમાર રાનીપુરનો રહેવાસી હતો. તે બીએ ફાઈનલનો વિદ્યાર્થી હતો. મોટા ભાઈ અશોક કુમારના કહેવા પ્રમાણે, “સંતોષ અને તેના સંબંધીની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો. જ્યારે મને 6 મહિના પહેલા ખબર પડી ત્યારે મેં બંનેને સમજાવ્યા હતા. આ પછી સંતોષને નાના ભાઈ દિલીપ સાથે દિલ્હી મોકલવામાં આવ્યો હતો. સંતોષ અઢી મહિના પછી 12 જાન્યુઆરીએ પાછો આવ્યો હતો.તેની બી.એ.ની ફાઈનલની પરીક્ષાઓ શરૂ થવાની હતી.

ગર્લફ્રેન્ડની માતાનો ફોન આવ્યો
અશોકે વધુમાં કહ્યું, “આ 19મી જાન્યુઆરીની વાત છે. મને સંતોષની પ્રેમીકાની માતાનો ફોન આવ્યો કે, મારી છોકરી સંતોષ સાથે લગ્ન કરવા માંગે છે. મેં સંતોષને પૂછ્યું કે તમે બંને ફરી વાત કરવા લાગ્યા છો? તેથી તેણે કઈ કહ્યું નહીં. હું મારી પત્ની સાથે તેના ઘરે ગયો. ત્યાં યુવતીને સમજાવવામાં આવ્યું કે સબંધીઓમાં આવી રીતે લગ્ન ન થાય. સંતોષ ઘરે પરત ફર્યો ત્યારે મળ્યો ન હતો. તે બપોરે 1 વાગે બાઇક લઇને ઘરેથી નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. નોકરીની શોધમાં જાઉં છું તેમ કહી ગયો હતો.

અશોકના કહેવા પ્રમાણે “સંતોષ આખી રાત સુધી પાછો આવ્યો ન હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે સાંજે 7:30 વાગ્યે તેણે તેના સાળા દીપક સાથે વાત કરી હતી, તે નિયમિત વાતચીત કરતો હતો. તેણે તેના સાળાને પણ કહ્યું હતું કે તે મૌરાનીપુર આવ્યો છે. અમે શોધમાં વ્યસ્ત હતા. એ જ દિવસે સવારે 2 વાગ્યે મને પોલીસનો ફોન આવ્યો. કહ્યું કે તમારી બાઇક મળી ગઈ છે. રાત્રે જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે બાઇક મળી આવ્યું હતું, પરંતુ સંતોષનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

21 જાન્યુઆરીએ અમે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેણે શોધખોળ ચાલુ રાખી. આજે સવારે 11 વાગે બરૂસાગર પોલીસને ફોન કરીને લાશ મળી હોવાની જાણ કરી હતી. અમે પહોંચ્યા ત્યારે નદીમાં એક લાશ પડી હતી. શરીર ફૂલેલું અને દુર્ગંધ મારતું હતું. અમે સંતોષની ઓળખ હાથ પર બનાવેલા ઓમ અને પગમાં બાંધેલા દોરાથી કરી હતી. તેના કપડામાંથી બાઇકની ચાવી પણ મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *