મમ્મીઓએ બધા કપડાં કઢાવી કરી ધોલાઈ, શાળાની છોકરીઓને કરતો હતો ગંદા ઇશારા

એક દુકાન પર નોકરી કરતો છોકરો ત્યાંથી નીકળતી સ્કૂલ ની વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકતો અને ઈશારા કરતો હતો. આ વાતની ખબર જ્યારે વિદ્યાર્થીની ઉના પરિવારજનોને પડી તો તેણે છોકરા ને પકડ્યો અને એક-એક કરી તેના બધા કપડા કાઢી નાખ્યા. વગર કપડે આ છોકરાને વિદ્યાર્થીનીઓની માતાઓએ એટલો મેથીપાક આપ્યો કે હોશ ઠેકાણે આવી ગયા. આ મામલો પંજાબના અંબાલા શહેરનો છે.

અંબાલામાં નાબાલિક વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકતો કરનાર વ્યક્તિ સોમવારે લોકોના હાથે ચડી ગયો. ત્યાર બાદ લોકોએ આ વ્યક્તિના બધા કપડા ઉતારી ખૂબ ધુલાઈ કરી. હંગામા બાદ લોકોએ યુવકને પોલીસના હવાલે કરી દીધો. પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરી દીધી છે.

હકીકતમાં સ્કૂલના વિદ્યાર્થીનીઓને અસલી ઇશારા કરનાર વ્યક્તિ વિદ્યાર્થીનીઓના પરિવારજનોના હાથે ચડી ગયો જે પછી પરિવારવાળા પોતાના ઉપર કાબૂ ખોઈ બેસ્યા અને અશ્લીલ હરકતો કરનાર યુવકના શરીર પરથી એક એક કરી બધા કપડા કાઢી નાખ્યા અને ખૂબ પીટાઈ કરી. વિદ્યાર્થીનીઓની માતાએ પણ યુવકની ખૂબ ધોલાઈ કરી.

પરિવારજનો દ્વારા યુવકની ધોલાઇ નો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે મહિલાઓ અશ્લીલ હરકત કરનાર યુવકને મારતા દેખાઈ રહી છે. તેમજ આ યુવકની ધોલાઇ કર્યા બાદ મહિલાઓએ તેને પોલીસના હવાલે કરી દીધો.

વિદ્યાર્થીનીઓના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શી ઓ નું માનીએ તો આ યુવક આ જ વિસ્તારમાં ઘણા સમયથી રહે છે અને વિદ્યાર્થીઓને જોઈને અશ્લીલ ઈશારાઓ કરતો હતો જેનાથી વિદ્યાર્થીનીઓ સ્કૂલ જવા માટે પણ ખચકાટ અનુભવતી હતી.આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ યુવકના ડરથી ગભરાય ગયેલી વિદ્યાર્થીઓ સ્કૂલે જવાની ના પાડવા લાગી. પરિવારજનોએ જ્યારે કારણ પૂછ્યું તો વિદ્યાર્થિનીઓએ યુવકની હરકતનો ખુલાસો કર્યો.

અંબાલામાં મહિલા પોલીસ સ્ટેશનની ઓફિસર સુનિતા ના જણાવ્યા અનુસાર, સ્કૂલે આવતી-જતી વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકતો કરનાર યુવકના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં તેઓ વચ્ચે વાતચીત કરવામાં આવી. આરોપીના પરિજનોએ જણાવ્યું કે યુવક માનસિક રૂપથી બિલકુલ સ્વસ્થ છે. એક દુકાન ઉપર નોકરી કરે છે. યુવકના ભાઈએ કહ્યું કે પોતાના કરેલા કર્મની સજા મળવી જ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *