આ મગર છે કે ગરોળી ? આ વિડીયો જોઇને તમે પણ ચોંકી જશો…

હાલના સમયમાં કઈ પણ વસ્તુ અશક્ય નથી. કોઈ વ્યક્તિ કે પશુ કે પ્રાણી કઈ પણ કરી શકે છે. તેના વિડીયો તમે અવાર-નવાર જોતાજ હશો. પરંતુ અહી આપેલ વિડીયો તમને હેરાન-પરેશાન કરી મુકશે.

હાલના સમયમાં રોજને રોજ કોઈકને કોઈક વિડિયો સોશ્યલ મિડિયા પર ખુબ વાયરલ થાય છે. હાલમાં ફ્લોરિડાથી આવેલા મગરનો એક વિડિયો પણ વાયરલ થયો હતો. જેમાં મગર ગરોળીની જેમ તાર પર લટકી રહ્યો છે.

આ વિડિયો એક આશ્ચર્યજનક છે કારણ કે મગર ખૂબ જ સરળતા સાથે લોખંડની વાડને ઓળંગી શકે છે. મગરો માટે આ સામાન્ય રીતે સરળ નથી. સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ આ વિડિયો પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું.

મગર સરળતાથી લોખંડની ફેન્સીંગને પાર કરી શકે છે ક્રિસ્ટીના સ્ટુઅર્ટ નામની મહિલાએ વિડિયો શેર કર્યો છે. તેણે 17 ઓગસ્ટના રોજ આ વિડિયો પોસ્ટ કરી છે. આ સાથે, તેમણે લખ્યું – જો કોઈ કહે કે બેઝ પર મગર છે, તો હું નિશ્ચિતરૂપે જોવા જઈશ. મેં તેને જોયું તે ગેટ તરફ ગયો અને તેને સરળતાથા પાર કર્યો. આ વિડિયો અત્યાર સુધીમાં 3800 વખત શેર કરવામાં આવ્યો છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: