આપણે સૌ અવારનવાર એવા કિસ્સાઓ સાંભળતા જ હશું કે જેમાં લગ્ન સમારોહ દરમિયાન હવામાં જ ગન વડે ફાયરીંગ કરવામાં આવતું હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ઉતરપ્રદેશથી સામે આવ્યો છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં જેઠવારા પોલીસ સ્ટેશન નજીકના એક ગામમાં રવિવારે રાત્રે કન્યાએ લાઇસન્સવાળી રિવોલ્વરથી હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ વરરાજાને માળા પહેરાવી હતી. લાલ કપડા પહેરેલી કન્યાનો એક વીડિયો ખુશીથી ફાયરિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
લગ્નની જાન રવિવારે રાત્રે જેઠવારા પોલીસ સ્ટેશનથી લગભગ ત્રણ કિલોમીટર દૂર એક ગામમાં આવી પહોચી હતી. વરમાળા માટે એક આકર્ષક સ્ટેજ શણગારવામાં આવ્યું હતું. અંદાજે રાત્રે 11 વાગ્યે લાલ કપડા પહેરેલી દુલ્હન વરમાળા માટે ઘરેથી નીકળી હતી, ત્યારે તેમની સાથેની મહિલાઓ મંગલ ગીતો ગાતી હતી. જયારે નજીકની વ્યક્તિએ તેના હાથમાં રિવોલ્વર પકડાવી દીધી અને ત્યારબાદ દુલ્હન સ્ટેજ પર ચડવા લાગી. દુલ્હન સ્ટેજ પર ચડતાની સાથે જ તેણે પહેલા રિવોલ્વરથી ફાયરિંગ કર્યું અને પછી માળા પહેરાવી. લગ્ન સમારોહમાં હાજર લોકોએ દુલ્હનની રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યા બાદ તાળીઓના ગડગડાટ સાથે ખુશી વ્યક્ત કરી હતી.
પોલીસ અધિક્ષક અશોક તોમરે જણાવતા કહ્યું હતું કે જેઠવારા પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણના પૂર્વામાં રહેતા ગિરીજા શંકર પાંડેની પુત્રી રૂપા પાંડેએ 30 મેના રોજ તેના જ લગ્નમાં વરમાળા પહેરાવતા સમયે લાઇસન્સવાળી રિવોલ્વર દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વાયરલ થયેલા વીડિયોની તપાસ કરતા પોલીસે સોમવારના રોજ દુલ્હન રૂપા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રિવોલ્વરનું લાઇસન્સ રદ કરવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.