જુઓ સાપુતારા અકસ્માત પહેલાના દ્ર્શ્યો માત્ર TRISHUL NEWS પર, ક્ષણભરમાં જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

સુરત(Surat): આ વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ બસમાં બોલિવૂડના ગીતોના તાલે નાચી રહી છે. પરંતુ કોને ખબર હતી કે આ તેમનો અંતિમ વિડીયો હશે. બસમાં નાચી અને કુદી રહેલી મહિલાઓ ફૂલ એન્જોય સાથે ગીતોના તાલે નાચી રહી છે. ત્યારે અચાનક જ બસ ખીણમાં ખાબકતા જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો અને આ ગમખ્વાર અકસ્માત(Saputara accident)માં બે મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આ તમામ મહિલાઓ સુરતની હતી. સુરતના હરિપાર્ક વિસ્તારમાં આવેલા V3 શ્યામ ગરબા ક્લાસિસની મહિલાઓ હતી. જે સાપુતારાની પીકનીક પર ફરવા ગઈ હતી. ત્યારે પાછા ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનાની જાણ થતા જ તંત્ર સહિત આજુબાજુના ગામના લોકો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ તમામ ઇજાગ્રસ્ત મહિલાઓને સામ ગહાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

બસનું ટાયર ફાટવાને કારણે થયો હતો અકસ્માત:
ગરબા ક્લાસિસના મેમ્બર શ્રિઘલબેને જણાવતા કહ્યું હતું કે, સાપુતારાથી પરત ફરતી વખતે આ દુર્ઘટના ઘટી છે. તમામને હાલ સાપુતારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 3 જેટલી મહિલાની હાલત ગંભીર છે. જ્યારે ગમખ્વાર અકસ્માતમાં કેટલાકને ફ્રેક્ચર થયા છે. બસનું ટાયર ફાટવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ઘટના અંગે મંત્રી પુરણેશમોદી સહિત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટલ દ્વારા પણ સતત વહીવટી તંત્ર સાથે સંપર્ક સેતુ જાળવી રાખી, યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું.

અકસ્માતમા મૃત્યુ પામનારાઓની યાદી:
ગમખ્વાર અકસ્માતમાં સોનલબેન સ્નેહલભાઈ દાબડા, ઉ.વ.૪૫, રહે.અડાજણ અને કુંદનબેન કિર્તીશભાઈ સાપરિયા, ઉ.વ.૪૨, રાંદેર,નું કરુણ મોત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *