ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

વડોદરા: લોકો કર્ણાવતી એક્સપ્રેસમાં સવાર હતા એકાએક ડબ્બા છુટા પડી ગયા અને એન્જિન આગળ નીકળી ગયુ- જુઓ વાયરલ વિડીયો

ઘણીવાર ટ્રેનની સાથે થતી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના સામે આવી રહી છે. વડોદરા રેલવે સ્ટેશનની પાસે આજે સવારે કર્ણાવતી કોવિડ-19 સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનની સાથે દુર્ઘટના થઇ હતી. અમદાવાદથી મુંબઇ જઈ રહેલ કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનનાં ડબ્બા એન્જિનથી જુદાં પડી ગયા હતા. ફક્ત 2 ડબ્બા એન્જિનની સાથે આગળ ગયા હતા.

બાકીના ડબ્બા જુદાં પડી ગયા હતા. ટ્રેનની ગતિ ઓછી હોવાને લીધે મોટી દુઘર્ટના ટળી હતી. અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તરફ જએ રહેલ કર્ણાવતી એક્સપ્રેસનાં પેસેન્જર ડબ્બા જુદાં પડી ગયા હતા. વડોદરાથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશનની વચ્ચે વહેલી સવારમાં આ ઘટના બની હતી.

એક મુસાફર દ્વ્રારા આ ઘટનાનો વીડિયો બનાવીને પોતાના ટિ્વટર પર વાઈરલ કરતા જ રેલવેની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. ટ્રેનની ગતિ ઓછી હોવાને લીધે મોટી દુર્ઘટના પણ ટળી ગઇ હતી.અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તરફ જતી કર્ણાવતી એક્સપ્રેસ નિર્ધારીત સમય મુજબ વડોદરા રેલવે સ્ટેશન પર સવારે 6:30 વાગ્યે આવી ગઈ હતી.

વડોદરા રેલવે સ્ટેશન પરથી મુસાફરોને લઇને કર્ણાવતી એક્સપ્રેસ મુંબઇ તરફ જવાં માટે રવાના પણ થઇ હતી. દરમિયાન વડોદરા પછી આવતા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધી કર્ણાવતી એક્સપ્રેસ પહોંચે એ પહેલાં જ એન્જીન બાદનાં પેસેન્જર ડબ્બા છૂટા પણ પડી ગયા હતા.

આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વિકાસ શર્મા નામના મુસાફરે આ ઘટનાનો વીડિયો ઉતારીને પોતાના ટિ્વટર પર વાઈરલ પણ કરી દીધો હતો. આ વીડિયો રેલવેને ધ્યાનમાં આવતા તરત જ રેલવેની ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી તથા જુદાં પડેલ ડબ્બાને જોઇન્ટ કરીને રવાના પણ કરી દીધી હતી. જો, ટ્રેનની ગતિ વધારે હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત.

વેસ્ટર્ન રેલવેના PRO ખેમરાજ મીનાએ જણાવતાં કહ્યું હતું કે, સવારે વડોદરાથી મુંબઇ તરફ જવા માટે નીકળી ગયેલ કર્ણાવતી એક્સપ્રેસનાં પેસેન્જર ડબ્બા વડોદરા તથા વિશ્વામિત્રી રેલવે સ્ટેશનની વચ્ચે જુદાં પડી ગયાં હતા. રેલવેની ભાષામાં તેને પાર્ટીંગ પણ કહેવામાં આવે છે. આ ઘટનાની માહિતી રેલવેને થતાં તરત જ ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.

પાર્ટીંગ જોઇન્ટ કરીને જ ટ્રેનને રવાના પણ કરી દીધી હતી. આ ઘટનાને પગલે અડધો કલાક ટ્રેન મોડી પણ પડી હતી. આ ઘટનાની તપાસ માટે તાત્કાલિક તપાસ કમિટી પણ બનાવી દેવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઇને પણ જાનહાની થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP