દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ જિલ્લાના મોદીનગર વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, પ્રેમી સાથે થિયેટરમાં ફિલ્મ જોતી એક મહિલાને સિનેમાહોલમાં તેના પતિએ પકડી લીધી. પતિના અચાનક આવવાને કારણે મહિલાએ તેના પ્રેમી પર જ તેનો પીછો કરવાનો આરોપ લગાવીને તેની ધુલાઈ કરવાનું ચાલુ કરી દીધું એટલું જ નહીં તેને પ્રેમી વિરુદ્ધ છેડછાડનો આરોપ લગાવીને પોલીસમાં તેની ફરિયાદ પણ કરી દીધી. પ્રેમીએ પોલીસને આખી વાસ્તવિકતા જણાવી ત્યારે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા.
તસ્વીરો સાંકેતિક છે..
મોદીનગરની રહેવાસી આ મહિલા ઘણા લાંબા સમયથી એક યુવકના પ્રેમમાં હતી. તેના પતિને આ અંગે શંકા હતી. મહિલા શાળામાં શિક્ષિકા છે. મંગળવારે આ શિક્ષિકા શાળાએ ન ગઈ અને પોતાના પ્રેમી સાથે ફિલ્મ જોવા ગાઝિયાબાદ ગઈ. તેના પતિને કોઈક આ વાતનો અહેસાસ થયો. તે પણ તેની પાછળ સિનેમા હોલમાં ગયો.
જ્યારે મહિલા ફિલ્મના ઈન્ટરવલ દરમિયાન બહાર આવી ત્યારે તેણી અચાનક જ તેના પતિને સામે જોઈને ગભરાઈ ગઈ. પોતાને બચાવવા માટે મહિલાએ નવી યુક્તિ લગાવી અને ચાલતી વખતે નજીકમાં ઉભેલા તેના પ્રેમીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેને પોતાના પ્રેમીને ખૂબ સંભળાવ્યું અને કહ્યું કે તે દરરોજ શા માટે તેનો પીછો કરે છે? અચાનક હોબાળો થતાં લોકોના ટોળા ત્યાં આવી ગયા. જોકે, ત્યાં હાજર બંને પક્ષોને શાંત કરી ઘરે મોકલી દેવાયા હતા.
આ પછી શિક્ષિકા બુધવારે પોલીસ સ્ટેશન પહોંચી અને પ્રેમી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. તેણી સાથે તેનો પતિ પણ હતો. આરોપ છે કે આરોપી લાંબા સમયથી તેનો પીછો કરે છે. પોલીસને તેના નિવેદનો અંગે શંકા ગઈ ત્યારે તેણે આરોપી વ્યક્તિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. આરોપીએ પોલીસને તેના પ્રેમસંબંધ વિશે જણાવ્યું હતું. જ્યારે બધા ફોટા અને વીડિયો બતાવવામાં આવ્યા, ત્યારે આખી સત્ય બહાર આવ્યું. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.