બાળકોને ટીવી સામે બેસી કાર્ટૂન જોવું પ્રિય હોય છે. માતાપિતા ટોકે નહીં તો બાળકો આખો દિવસ પણ કાર્ટૂન જોઈ શકે છે. સામાન્ય રીતે માતાપિતાને બાળકોની આ આદતથી ચિંતા થતી હોય છે. બાળકોની આંખ ખરાબ થવી, કાર્ટૂનનો નકારાત્મક પ્રભાવ જેવી ચિંતાઓ માતાપિતાને સતાવે છે. પરંતુ તાજેતરમાં થયેલી એક રિસર્ચથી માતાપિતાની આ ચિંતા દૂર થઈ શકે છે. આ રિસર્ચ અનુસાર કાર્ટૂન જોવાથી બાળકોનો વિકાસ સારી રીતે થાય છે અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેઓ સમજે છે.
સ્ટડીના શોધકર્તાઓ અનુસાર ઈંટરનેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસના ઉપયોગના કંટ્રોલની રીત સીખવી જોઈએ. આ ઉપરાંત માતાપિતાએ એ વાતની ચિંતા પણ હોય છે કે ઈંટરનેટ પર દેખાડાતી સામગ્રીથી બાળકો પર ખરાબ અસર ન થાય.
કાર્ટૂનની અસર વિશે સમજવા માટે અનેક ટેસ્ટ પણ કરવામાં આવ્યા. પરીણામમાં જોવા મળ્યું કે નરેટિવ અને નોન નરેટિવ કાર્ટૂનથી બાળકોની સીખવાની, સમજવાની, વિચારવાની ક્ષમતા અને યાદશક્તિ પર અસર થાય છે.
જે બાળકો નરેટિવ કાર્ટૂન જોતા હતા તેમની સરખામણીમાં નોન નરેટિવ કાર્ટૂન જોનાર બાળકોએ વસ્તુઓને સારી રીતે વ્યક્ત કરી હતી. શોધકર્તાઓનું કહેવું છે કે નરેટિવ કાર્ટૂન જોનાર બાળકો દરેક વસ્તુને ધ્યાનથી જોવે છે. નોન નરેટિવ કાર્ટૂનમાં બાળકો સ્ક્રીન પર જ નજર જમાવી બેસી રહે છે.