Surat water shortage: સુરત શહેરમાં મુકેલી વર્ષો જૂની પાઈપલાઈનની વ્યવસ્થાને કારણે સમયાંતરે અલગ-અલગ ઝોનમાં રિપેરિંગની કામગીરી ચાલતી રહે છે. જેના કારણે લોકોને ભારે ઘણી મુશ્કેલી પડતી હોય છે. આવતીકાલે ત્રણ ઝોનમાં થનારી રિપેરિંગની કામગીરીને કારણે ખૂબ ઓછા પ્રેશરથી પાણીનો પુરવઠો આવશે. લિંબાયત અને ઉધના એ ઝોનના અનેક વિસ્તારમાં પાણી અછત(Surat water shortage) જોવા મળશે, જ્યારે કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી અછત જોવા મળશે. એટલે કે કાલે અડધા જેટલા સુરતને પાણી અછત જોવા મળશે.
આવતીકાલે અડધા સુરતને નહીં મળે પાણી
આવનાર મંગળવારે તારીખ 13 ફેબ્રુઆરી ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહશે. આ કામગીરી દરમિયાન લિંબાયત ઝોનના કિન્નરી જળ વિતરણ મથકથી જે વિસ્તારમાં પાણી સપ્લાય થાય છે તે વિસ્તારમાં પાણી પુરવઠો મળી સક્સે નહીં. લિંબાયત ઝોનમાં સાંજનો સપ્લાય થાય છે તેવા ભાઠેના-1, ઉમિયાનગર, મગડુમનગર, સલીમનગર, પ્રકાશ એન્જીનીયરીંગની ગલી, EWS ક્વાર્ટસ, જવાહરનગર, નહેરૂનગર, લો-કાસ્ટ કોલોની, હળપતિ કોલોની, નવી કોલોની, ખ્વાજા નગર, બાગબાન ગલીનો વિસ્તાર, ચીમની નો ટેકરો, બેડ્ડી કોલોની, નહેરૂનગર, D-ટાઈપ ટેનામેન્ટ, ગાંધીનગર, સલીમનગર, ઈસ્લામપુરા, રઝા નગર, મિલેનિયમ માર્કેટ વિસ્તાર અને જૂના ડેપોનો વિસ્તાર વિગેરે વિસ્તારમાં અપાતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
તે ઉપરાંત ઉધના એ ઝોનમાં સાંજના સમયે અપાતો પાણી પુરવઠો આપવામાં આવે છે તેવા જુના બમરોલીના અપેક્ષા નગર, હરીઓમ નગર, પુનિત નગર, દેવી દર્શન સોસાયટી, જય જવાન જય કિસાન સોસાયટી અને ગોવાલક વિસ્તારના અંબિકા નગર, આશાપુરી સોસાયટી, દેવેન્દ્ર નગર, ગણપત નગર, લક્ષ્મી નગર, કરસન નગર, હીરા નગર અને કર્મયોગી સોસાયટી વિગેરે વિસ્તારમાં અપાતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
તમામ સોસાયટીનું લિસ્ટ
જ્યારે કતારગામ વોટર વર્કસ થી બપોરપછી પાણી પુરવઠો આપવામા આવે છે તેવા વરાછા વિસ્તાર અને કતારગામ વિસ્તારના ઈન્ટરનલ વિસ્તારો જેવા કે, કતારગામ ગામતળ, વેડ દરવાજા, કતારગામ દરવાજા, પંડોળ, રેલ રાહત કોલોની, ગોટાલાવાડી, રહેમત નગર અને સુમુલ ડેરી તથા સેન્ટ્રલ ઝોન વિસ્તાર, કતારગામ ઝોન વિસ્તાર, કતારગામ બાળાશ્રમ આસપાસનો વિસ્તાર માં અપાતો પાણી પુરવઠો ઓછા પ્રેશરથી પાણી મળશે.
મળતી માહિતી અનુસાર, તદ ઉપરાંત અશ્વનીકુમાર વોટર વર્કસ થી પાણી પુરવઠો આપવામાં આવે છે તેવા વરાછા વિસ્તાર અશ્વિની કુમાર, અશ્વિની કુમાર ફુલપાડા, પટેલ નગર, રામબાગ, ધરમનગર રોડ, વલ્લભાચાર્ય રોડ, સૂર્યપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તથા આસપાસના વિસ્તારમાં પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે. આ સમય દરમિયાન લોકોને કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરુરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube