ગુજરાતનું વાતાવરણ ગરમ રહેશે કે ઠંડુ? રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ કેવું રહેશે? હવામાન વિભાગે કરી આગાહી

Published on Trishul News at 5:53 PM, Mon, 12 February 2024

Last modified on February 12th, 2024 at 5:56 PM

Meteorological department forecast: આ વર્ષે શિયાળાની ઋતુમાં હાડ થીજવતી ઠંડી પડી નથી.વચ્ચે થોડા સમય અગાઉ ઉનાળામાં ગરમીનો હોઈ તતેવું વાતાવરણ ઉભું થયું હતું.ત્યારે તેની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જો કે આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. પણ 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. બે થી ત્રણ ડિગ્રી તાપમાન(Meteorological department forecast) વધતા ગરમીનો અહેસાસ થશે.

તાપમાનમાં વધારો થવાની સંભાવના
આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. જે બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસ ગરમી વધવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 16.5 અને ગાંધીનગર 15.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે આખા ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 9.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે. તો સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 9.5 ડિગ્રી રહ્યું છે. 24 કલાક બાદ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.

અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું
હાલમાં ઉત્તર ભારતમાં હવામાન સામાન્ય માણસોને ખલેલ પહોંચાડતું હોઈ તેવું લાગી રહ્યું છે. જ્યારે ઠંડી સવારે અનુભવાય છે, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ પછી તે ઘટે છે.હાલ અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 24 કલાક બાદ અમદાવાદનું મિનિમમ તાપમાન 18 ડિગ્રી આસપાસ પહોંચશે. ત્યારે હવામાન વિભાગ લોન્ગ ફોરકસ્ટ મુજબ ફેબ્રુઆરીના 3 સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધ-ઘટ થતા ગરમીનો અહેસાસ થઈ શકે છે.

14મી ફેબ્રુઆરીએ વરસાદ થવાની સંભાવના
દિલ્હી-NCRના હવામાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આ સાથે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું છે કે દિલ્હીમાં સવારે ધુમ્મસ રહેશે અને દિવસ દરમિયાન આકાશમાં આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. આ સાથે 14મી ફેબ્રુઆરીએ પણ વરસાદ થવાની સંભાવના છે.