વેકેશન ગાળવા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પહોંચ્યા ‘ગોવા’

Published on: 7:28 am, Sun, 27 January 19

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી ગોવા પહોંચ્યા છે. તેમની આ મુલાકાત અંગત બતાવાઈ રહી છે. રાહુલ અને સોનિયા ત્રણ દિવસના મિની વેકેશન માટે ગોવા આવ્યા હોવાનુ મનાય છે. આ પહેલા પણ સોનિયા ગાંધી રજાઓ ગાળવા ગોવામાં આવી ચુક્યા છે.

તેઓ ત્રણ દિવસ માટે ગોવાની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે. ગોવા કોંગ્રેસે પણ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ગોવામાં હોવાનુ સ્વીકાર્યુ છે.

જોકે તેમના પ્રવાસને ગુપ્ત રખાયો છે. તેઓ કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાના છે કે નહી તેની કોઈને ખબર નથી. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓ પણ નહી મળે.

2017માં પણ સોનિયા ગાંધી ગોવામાં પોતાના નિકટના મિત્રો સાથે એક રિસોર્ટમાં રહેવા આવ્યા હતા.