પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ચાઈના વિરુદ્ધ લડવા PM મોદીને કહી દીધી આ મોટી વાત

ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ચાઈના વિરુધ કેવી રીતે લડવું એ અંગે જણાવતા કહ્યું કે, ગલવાન ઘાટીમાં ભારતના 20 સૈનિકોની શહીદી વ્યર્થ જવી જોઇએ નહીં. એટલું જ નહીં સાથે-સાથે મનમોહન સિંહે કહ્યું કે, આ જ સાચો સમય છે કે આખા દેશે એકજૂથ થવાની જરૂર છે અને ભેગા થઇને આ દુ:સાહસનો જવાબ આપવો જોઇએ. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે સાથો-સાથ પ્રધાનમંત્રી મોદી પર પણ નિશાન તાકયુ હતું અને તેમને પોતાના શબ્દોની પસંદગી કરવામાં સાવધાની રાખવાની સલાહ સુચના આપી દીધી હતી. આપને જણાવી દઇએ કે ગયા સોમવારના રોજ રાતના સમયે લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સૈનિકોની વચ્ચે સંઘર્ષમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે રજૂ કરેલા નિવેદનમાં જણાવતા કહ્યું કે 15-16 જૂને ગલવાન ઘાટીમાં ભારતના 20 સાહસિક જવાનોએ દેશ માટે સર્વોચ્ચ કુર્બાની આપી હતી. આ બહાદુર સૈનિકોએ સાહસની સાથે પોતાની ફરજ નિભાવતા દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા. દેશના આ જવાનોએ પોતાના છેલ્લાં શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા કરી હતી. આ સર્વોચ્ચ ત્યાગ માટે આપણે આ સાહસિક સૈનિકો અને તેમના પરિવારોને કૃતજ્ઞ છીએ. પરંતુ તેમનું આ બલિદાન વ્યર્થ જવું જોઇએ નહી.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે જણાવતા કહ્યું કે, આજે આપણે ઇતિહાસના એક નાજુક વળાંક પર ઉભા છીએ. અમારી સરકારના નિર્ણય અને સરકાર દ્વારા ઉઠાવામાં આવેલા પગલાં નક્કી કરશે કે ભવિષ્યની પેઢીઓ આપણી આકરણી કંઈ રીતે કરે. જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તેમના ખભા પર કર્તવ્યની ઊંડી જવાબદારી છે. આપણા પ્રજાતંત્રમાં આ જવાબદારી દેશના વડાપ્રધાનની છે. વડાપ્રધાને પોતાના શબ્દો અને જાહેરાતો દ્વારા દેશની સુરક્ષા અને સામરિક તથા ભૂભાગીય હિતો પર જોડાયેલા પ્રભાવના પ્રત્યે સદૈવ ખૂબ જ સાવધાવ રહેવું જોઇએ.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે જણાવતા કહ્યું કે, ચાઈનાએ એપ્રિલ 2020થી લઇ આજ સુધી ભારતીય સરહદમાં ગલવાન ઘાટી અને પેંગોંગ શો લેકમાં અનેક વખત ઘૂસણખોરી કરી છે. આપણે ના તો એમની ધમકીઓ અને દબાણ સામે ઝૂકીશું અને ના તો આપણી અખંડતા સાથે કોઇ સમજૂતીનો સ્વીકાર કરીશું. પ્રધાનમંત્રી એ પોતાના નિવેદનથી તેમના ષડયંત્રકારી વલણને બળ આપવું જોઇએ નહીં તથા એ સુનિશ્ચિત કરવું જોઇએ કે સરકારના તમામ અંગ આ ખતરાનો સામનો કરવાની અને સ્થિતિને વધુ ગંભીર થતી રોકવા માટે પરસ્પર સહમતિથી કામ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *