સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારને સમગ્ર વિશ્વમાં કેટલાય લોકો મોતોને ભેટી ચુક્યા છે અને હજુ કોરોના ખતમ નથી થયો અને ધીમે ધીમે તેમનું સંક્રમણ ફરી વધી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હજુ બીજી લહેર પૂર્ણ નથી થઇ ત્યાં તો ત્રીજી લહેર આવી શકે તેવા એંધાણ દેખાઈ રહે છે. ત્યારે હવે સરકારે લોકોને માસ્ક પહેરવું કે નહિ તે વ્યક્તિ પર આધારિત છે તેવું કહ્યું છે.
બ્રિટન દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારને ત્રીજી લહેર આવી ચુકી છે. જયારે બ્રિટન સરકાર દ્વારા 19 જુલાઈથી લોકડાઉનના પ્રતિબંધો હટવવાનું માટેનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યાર બાદ વ્યક્તિને માસ્ક પહેરવું કે નહિ તે ‘વ્યક્તિગત ઈચ્છા’ પર નિર્ભર કરશે. બ્રિટનના એક મંત્રી રોબર્ડ જેનરિકે રવિવારના રોજ આ જાણકારી આપી છે.
બ્રિટનના મીડિયામાં આવેલા સમાચારોની અંગે મંત્રીએ આ કોમેન્ટ કરી હતી. સમાચાર અંગે સંકેત આપતા કહ્યું હતું કે વડપ્રધાન બોરિસ જોનસન આવતા સપ્તાહથી માસ્ક અંગેનો નિર્ણય ફરજીયાત હતો તેને દુર કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેનરીકે જણાવતા કહ્યું છે કે અમારી પાસે રસીકરણ અભિયાનનમાં મળી રહેલી સફળતાને કારણે પ્રતિબંધો હટાવી રહ્યા છીએ. આપને સૌએ સાથે મળીને આ વાયરસની સામે લડવું પડશે. સાથે જ સાવધાની અને જવાબદારી સાથે રહેતા શીખવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.