ધોનીની પત્ની સાક્ષીએ કર્યો મોટો ખુલાસો: ધોની ઊંઘમાં કરે છે એવી-એવી હરકતો કે….

Published on: 2:17 pm, Mon, 5 July 21

IPL 2021 ફરી એકવાર શરુ થવામાં હજુ વાર છે. જેને કારને મહેન્દ્ર સિંહ ધોની તેમના પરિવાર સાથે તેમનો સમય પસાર કરી રહ્યો છે. ધોની ક્યારે શું કરી રહ્યો છે તેમના વિશેની માહિતી તેમની પત્ની સાક્ષી તેમના ચાહકોને સોશિયલ મીડિયાના માધ્યમથી આપતી રહે છે. સાક્ષીએ ધોની અંગે ઘણા મજેદાર ખુલાસાઓ પણ કર્યા છે.

સાક્ષીએ એક ઈન્ટરવ્યુંમાં ખુલાસો કરતા કહ્યું છે કે, ધોની વિડીઓ ગેમ રમવાનો ખુબ જ શોખ ધરાવે છે. ધોની વિડીઓ ગેમમાં એટલો અંદર ડૂબી જાય છે કે રાત્રે પણ ઊંઘમાં PUBG ગેમ અંગે કઈકને કઈક બબડતો રહે છે.

ચેન્નઈ સુપર કિંગ્સની સાથેની વાતચીતમાં સાક્ષીએ જણાવતા કહ્યું છે કે, વિડીઓ ગેમ્સના કારણે ધોનીનું મગજ હમેંશા બીજી બાજુ વ્યસ્ત રહે છે. સાથે તેમણે જણાવતા કહ્યું છે કે, જોકે ધોની આ ગેમ અંગે રાત્રે ઊંઘમાં બબડતો રહે છે.

ધોની બેડરૂમમાં પણ હેડફોન પહેરીને ગેમ રમે છે અને ગેમમાં અન્ય લોકો સાથે વાત કરે છે. ધોનીની પત્નીએ સાક્ષીએ કહ્યું છે કે, PUBG તેમના મગજમાં ઘુસી ગઈ છે. ક્યારેક તો તેમને લાગે છે કે ધોની તેમની સાથે વાત કરી રહ્યો છે અને તે હેડફોન પહેરીને ગેમ રમતા લોકો સાથે સતત વાતો કરતો રહે છે.

વધુમાં સાક્ષીએ જણાવતા કહ્યુ છે કે, ધોની રાત્રી સમય દરમિયાન ઊંઘમાં PUBG ગેમ અંગે કઈકને કઈક બબડતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.