હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન વધવાનું છે, ત્યારે સાથે સાથે જ તેમાં છૂટછાટ આપવાની પણ સરકારની રણનીતિ છે. આવી સ્થિતિમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. તાજેતરમાં કરવામાં આવેલી એક સ્ટડીમાં દાવો છે કે એક ખાસ ઉપાયથી કોરોના વાયરસનાં 80 ટકા કેસ ઓછા કરી શકાય છે. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રિય ટીમે વાયરસનો સામનો કરવા માટે અનેક પ્રકારનાં નવા મૉડલોનો પ્રયોગ કર્યો છે, જેમાં એક ચીજને તેમણે સૌથી પ્રભાવી ગણાવી છે. આ સમયે આખી દુનિયા લોકડાઉન ખોલવા તરફ ધીરે-ધીરે આગળ વધી રહી છે, તેવામાં વૈજ્ઞાનિકોનો આ દાવો લોકો માટે ઘણો જ કામ આવી શકે છે.
આ રિશર્ચ પ્રમાણે કોરોનાનાં પ્રસારને રોકવા એક જ ઉપાય ઉત્તમ છે અને તે છે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખવો. રિપોર્ટ પ્રમાણે વાયરસની વિરુદ્ધ માસ્કનાં પ્રભાવ પર ઘણી ચર્ચા બાદ આખરે વ્હાઇટ હાઉસે પોતાના તમામ કર્મચારીઓને માસ્ક પહેરવાનું અનિવાર્ય કરી દીધું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે કામ કરી રહેલા અન્ય તમામ નેતા પહેલાથી જ માસ્ક પહેરી રહ્યા હતા.
આ સ્ટડી કેલિફોર્નિયા યૂનિવર્સિટીનાં આંતરરાષ્ટ્રિય કૉમ્પ્યૂટર વિજ્ઞાન સંસ્થા અને હોંગકોંગનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિશ્વવિદ્યાલયનાં રિસર્ચ અને વૈજ્ઞાનિક મૉડલ પર આધારિત છે. સ્ટડીનાં પ્રમુખ રિસર્ચર્સ ડૉક્ટર ડેકાઈ વૂનું કહેવું છે કે માસ્કની અનિવાર્યતાનો આધાર વૈજ્ઞાનિક મૉડલ અને આની જરૂરિયાત છે. સ્ટડી પ્રમાણે 6 માર્ચનાં જાપાનમાં કોરોના વાયરસથી ફક્ત 21 લોકોનાં મોત થયા. એ જ દિવસે અમેરિકામાં કોરોનાથી 2,129 લોકોનાં મોત થયા જે જાપાનમાં મોતથી 10 ગણા વધારે હતા.
આ સ્ટડી કેલિફોર્નિયા યૂનિવર્સિટીનાં આંતરરાષ્ટ્રિય કૉમ્પ્યૂટર વિજ્ઞાન સંસ્થા અને હોંગકોંગનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિશ્વવિદ્યાલયનાં રિસર્ચ અને વૈજ્ઞાનિક મૉડલ પર આધારિત છે. સ્ટડીનાં પ્રમુખ રિસર્ચર્સ ડૉક્ટર ડેકાઈ વૂનું કહેવું છે કે માસ્કની અનિવાર્યતાનો આધાર વૈજ્ઞાનિક મૉડલ અને તેની જરૂરિયાત છે. સ્ટડી પ્રમાણે 6 માર્ચનાં જાપાનમાં કોરોના વાયરસથી ફક્ત 21 લોકોનાં મોત થયા. એ જ દિવસે અમેરિકામાં કોરોનાથી 2,129 લોકોનાં મોત થયા જે જાપાનમાં મોતથી 10 ગણા વધારે હતા.
અમેરિકા લોકડાઉન ખોલવાની તૈયારીમાં છે, જ્યારે જાપાનમાં ક્યારેય આ પ્રકારનું લોકડાઉન લાગ્યું જ નથી. જાપાનમાં અત્યારે નવા કેસ પણ ઘણા ઓછા આવી રહ્યા છે. આની પાછળનું કારણ એ છે કે જાપાનમાં માસ્ક પહેરવાનું કલ્ચર પહેલાથી જ છે. અર્થશાસ્ત્રી અને આ સ્ટડીમાં સહયોગ કરનારા પેરિસનાં ઇકોલે ડે ગુએરેએ કહ્યું કે, “ફક્ત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ એવી ચીજ છે જે કોરોનાથી બચાવવાનું કામ કરી શકે છે. જ્યાં સુધી આની કોઈ વેક્સિન અથવા દવા નથી બની જાતી, આપણે કોરોનાથી આ રીતે જ લડવું પડશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news