ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી દિવસો અતિભારે બની રહેશે, કારણ કે આકાશમાંથી આગના ગોળાનો વરસાદ થશે. હવામાન વિભાગ(Gujarat Meteorological Department)ની આગાહી અનુસાર, આગામી 4 દિવસ ગુજરાતમાં 40થી 41 ડિગ્રી ગરમી(Gujarat Weather Forecast) પડશે. રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. સાથે જ જો વાત કરવામાં આવે તો તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. તેથી લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. આગામી 2 દિવસ પછી મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે.
હવામાન વિભાગના (Gujarat Weather Forecast) ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવતા કહ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ખાસ પ્રકારનો ફેરફાર જોવા નહીં મળે. 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી આજુબાજુ રહેશે.
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આજુબાજુ રહેશે. હાલમાં કોઈ યલો એલર્ટ નહીં, તો સાથે જ રાહતના સમાચાર એ પણ છે કે, તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતાઓ નથી. આગામી 2 દિવસ પછી મહત્ત્તમ તાપમાનમાં 1 ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો થશે. જયારે હાલ તાપમાન સંપૂર્ણ સામાન્ય છે.
બીજી બાજુ ઉનાળાની શરૂઆતમાં ગુજરાતના ગામડાઓમાં પાણીના ટેન્કરની દોડ ચાલુ થઈ જવા પામી છે. ગુજરાતના 4 જિલ્લાના 24 ગામમાં ટેન્કરના 46 ફેરા મારવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પાણીનો કકળાટ વધે તેવું લાગી રહ્યું છે. કચ્છના 18 ગામમાં 9 ટેન્કર 33 ફેરા મારી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.