અંબાલાલ પટેલની ‘ભારે’ આગાહી: 45 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન- નર્મદા નદી ધારણ કરશે રોદ્ર સ્વરૂપ

Meteorologist Ambalal Patel’s forecast:ગુજરાતમાં આવનારા 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ વરસાદને લઈને આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં હવે વરસાદની સાથે પવનનું જોર પણ વધશે. આવનારી 24 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની સંભાવના
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આવનારી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે . સાથે જ પાટડી, દસાડા, વિરમગામ, માંડલમાં પણ વરસાદની શક્યતા યથવાત છે. તેમણે જણાવ્યું છે કે, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, ઝોટાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પડી શકે વરસાદ
મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે, ગુજરાત દક્ષિણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હવે વરસાદ સાથે પવનનું જોર પણ વધશે. કચ્છના ભાગોમાં 40થી 45 કિમી ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 25થી 30 કિમી ઝડપે પવન ફૂંકાશે. સાથે જ અમદાવાદમાં પણ 25 કિમી ઝડપે પવન ફૂંકાશે.

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આજે પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *