સુરતમાં ડુમસ રોડ પર મર્સિડીઝ પર બેસી સવારી કરવી મોંઘી પડી! સગા બે ભાઈને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Police action after video of car stunt goes viral: સુરતમાં કાલે વધુ એક સ્ટંટ કરનાર યુવકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ડુમસ-પીપલોદ રોડ પર લક્ઝુરિયસ કારનું રૂફ ખોલી કાર ઉપર બેસીને જોખમી રીતે સ્ટંટ કરીને સવારી કરનારનો વીડિયો વાઇરલ થયા પછી ઉમરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર(Police action after video of car stunt goes viral) ચલાવનાર અને કાર ઉપર બેસી સ્ટંટ કરનાર બંને સગા ભાઈની ધરપકડ કરી તેઓને કાયદાનું ભાન કરાવ્યું છે.

કાર સ્ટંટનો વીડિયો વાઇરલ થતા કાર્યવાહી
અમદાવાદમાં ઓવરસ્પીડિંગના કારણે બનેલ ગભીર અકસ્માતની ઘટના બાદ સુરતમાં પોલીસ વાહનો પર જોખમી સવારી કરી સ્ટંટ કરનાર સામે આકરી કાર્યવાહી કરી રહી છે. પરંતુ આ કાર્યવાહી પૂર આવ્યા પછી પાળ બાંધવા જવું થાય છે.

ગાડી પર સ્ટંટ બાજીના વીડિયો વાઇરલ થયા પછી પોલીસ કાર્યવાહી કરી રહી છે. સુરતમાં આવી વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ડુમસ-પીપલોદ રોડ પર યુવક લક્ઝ્યુરિયસ કારના રૂફમાંથી પગ બહાર કાઢી કારની ઉપર બેસી જોખમી સવારી કરતો હતો. આ પ્રકારનો વીડિયો વાઇરલ થયા બાદ ઉમરા પોલીસે કાર્યવાહી કરી.

પોલીસે બે સગા ભાઈની ધરપકડ કરી
સુરતના ડુમસ પિપલોદ રોડ પર લક્ઝુરિયસ મસિર્ડિઝ કારનો ચાલક સ્પીડમાં ગાડી ચલાવતો હતો. તેની બાજુમાં તેનો સગો ભાઈ રૂફનું બોનટ ખોલી પર પગ રાખી બેસી ગયો હતો. તે દરમિયાન અન્ય રાહદારીએ આ યુવકનો વીડિયો મોબાઇલમાં ઉતારી આ વિડીયો વાઇરલ કર્યો હતો.

જેના આધારે ઉમરા પોલીસને જાણ થતા પોલીસ જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો. પોલીસે કારના નંબરના આધારે કાર ચાવનાર અને કાર ઉપર બેસી સ્ટંટ કરનારની બંને સગા ભાઈની ધરપકડ કરી હતી. પોલીસે કારના નંબર આધારે તેના માલિક અઝહર શેખ કે જેમની ઉમર 29 વર્ષની છે.અને તેનો ભાઈ એઝાઝ શેખ કે જેની ઉમર 30 વર્ષ છે અને તેમની ધરપકડ કરી કાર કબજે કરી હતી.

પોલીસે બંને શાન ઠેકાણે લાવી
ઉમરા પોલીસે ઝડપી પાડેલ બંને સગા ભાઈ માલિક અઝહર શેખ અને એજાઝ શેખની ધરપકડ કરી તેમની શાન ઠેકાણે લાવવામાં પણ આવી હતી. પોલીસે બંને ભાઈની ધરપકડ કર્યા બાદ જે જગ્યાએથી તેમણે સ્ટંટ કર્યા હતા, ત્યાં લઈ જઈ પોલીસે તપાસ પણ હાથ ધરી હતી. મોડી રાત્રે વરસતા વરસાદમાં પોલીસે બંને આરોપીને સાથે રાખીને કડક કાર્યવાહી કરી હતી. આ સાથે પોલીસે બંને આરોપીઓ પાસે માફી પણ મંગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *