આશ્લેષા નક્ષત્રમાં વરસાદ સર્જશે તારાજી- અંબાલાલની ‘ભારે’ આગાહી, આ તારીખોમાં વરસાદ ભૂકકા કાઢશે

Ambalal Patel Rain Forecast: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈ આજે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ…

Ambalal Patel Rain Forecast: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈ આજે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા યથાવત છે(Ambalal Patel Rain Forecast) તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે.

‘આશ્રેશા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક’
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ય કરી છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ
બનાસકાંઠા, સાબરકાંઠા,પંચમહાલ તેમજ અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ વડોદરા સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટના કેટલા ભોગોમાં પણ ભારેથી અતિભારે વરસાદીની આગાહી અંબાલાલ પટેલે દ્વારા કરવામાં આવી છે.

5 દિવસ હળવા થી મધ્યમ વરસાદની આગાહી: હવામાન વિભાગ
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ આવનારા 5 દિવસની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના અધિકારી મનોરમાં મોહંતીએ જણાવ્યું છે કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી વરસાદ નહીં આવે તેમજ દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે તેમજ આગામી 5 દિવસ ફિશરમેન વોર્નિંગ રહેશે. સીઝનના વરસાદ સામે 65 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *