હવામાન વિભાગે શુક્રવારે ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં સામાન્ય વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે. ગુરૂવારના રોજ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં અધિકતમ તાપમાન સામાન્યની નજીક રહ્યું. આ જ કારણ છે કે હવામાન વિભાગે ૧૨ થી ૧૩ જૂનના રોજ દિલ્હી અને એનસીઆરમાં વરસાદ અને પંજાબ તેમજ હરિયાણાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ સાથે છાંટા પડવાનું અનુમાન લગાવ્યું છે.
18 રાજ્યોમાં વરસાદની સંભાવના
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઝડપથી આગળ તરફ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસાના પ્રભાવને કારણે શુક્રવારે ગોવા, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક સ્થળો પર ભારે વરસાદ થવાની સંભાવના છે.
દિલ્હીમાં તોફાન સાથે આવી શકે છે વરસાદ
ગુરુવારે દિલ્હીમાં મહતમ તાપમાન ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગે શુક્રવારે સાંજે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવા સાથે સામાન્ય વરસાદ અને ગાજવીજ સાથે છાંટા પડવાનું અનુમાન લગાવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે 15 જૂન સુધી રાજધાનીમાં લુ નહિ લાગે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news