સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરના વિદાય સમારંભની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર એક સ્વરૂચી ભોજનના પ્રસંગોનો વીડિયો વાયરલ થયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાળુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વીડિયો વાઇરલ થયો છે.
સુરત શહેરમાં જાણે લોકોને પોલીસનો ડર ન રહ્યો હોય તે રીતે સતત નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. લોકો જાણે બેખોફ થઈને તમામ કાર્યક્રમો ઊજવી રહ્યા છે. મોડી રાત સુધી જમણવાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. રાતે 9 વાગ્યાનો કર્ફ્યૂનો સમય લાગી ગયા પછી પણ બૂટલેગર જાણે કોઈ પરવા કરતો ન હોય એ રીતે પોતાના લગ્નનું જમણવાર ચલાવતો રહ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને બૂટલેગર કાળુ ડુંડીની ધરપકડ કરી છે.
લિસ્ટેડ બૂટલેગરના લગ્ન મોડી રાત સુધી ચાલતા પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, પોલીસે 10 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. બૂટલેગરની સામે પોલીસે પગલાં લીધા છે અને ધરપકડ કરી છે. તાજેતરમાં જ સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરના વિદાય સંભારમનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
સુરતમાં એક બાદ એક મોડી રાતે થતા કાર્યક્રમોના વીડિયો સામે આવી રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં કર્ફ્યૂના સમયે લોકો મોટી સંખ્યામાં લગ્નમાં એકત્રિત થયા હતા. સવાલ એ ઊભો થાય છે કે શું આયોજનની કોઇ પરમિશન પોલીસ પાસે લેવામાં આવી હશે ખરી અને જો લેવામાં આવી હશે તો એના માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હશે. પરમિશન ન પણ લેવામાં આવી હોય, તો કર્ફ્યૂ સમયે પણ પ્રસંગ ચાલુ ન રહે એની ખાસ કાળજી આયોજકોએ રાખવી જોઈએ, પરંતુ લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવાં દૃશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.