પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, 50 વર્ષે દંપતીએ કર્યા લગ્ન- આ વિડીયો જોઇને દિલ ખુશ થઇ જશે

એવું કહેવામાં આવે છે કે, લગ્ન ફક્ત એક જન્મ જ નહીં પરંતુ સાત જન્મોનો સંબંધ છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે, જ્યારે એક વૃદ્ધ દંપતીએ ઘણા વર્ષો પછી ફરીથી લગ્ન સંબંધમાં બંધાયા હતા. વૃદ્ધ દંપતીના લગ્નમાં તેમના પરિવારના પૌત્રો સહિત દરેક હાજર હતા. આ બંનેની ખુશી જોઈને સમજી શકાય છે કે આ ઉંમરે પણ તેઓ એક બીજાને કેટલો પ્રેમ કરે છે.

ઇન્ટરનેટ પર વાયરલ થતા વીડિયોમાં, જોઇ શકાય છે કે એક વૃદ્ધ દંપતી સ્ટેજ પર ઉભા છે અને એકબીજાને વરમાળા પહેરાવવા જઈ રહ્યા છે.આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એવું લાગે છે કે, આ દંપતી લગ્નના 50 વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબિલી મનાવે છે. જો કે, દુલ્હન બનેલી વૃદ્ધ પત્ની ખૂબ જ જુવાન દેખાઈ રહી છે, જેથી લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે.

 

View this post on Instagram

 

A post shared by ?Annie ? (@arushi_rajput_08)

જયારે 50 વર્ષ પછી પરિવારે ફરીવાર લગ્ન કરાવ્યા છે, તો કોઈ પણ રીતે આનંદ બમણો થઇ જાય છે. કારણ કે આ સમયમાં તેમની પાસે ઘણી વાતો હોય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આરૂશી રાજપૂતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એટલું જ નહીં 30 હજારથી વધુ લોકોને આ વીડિયો ગમ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *