મેક્સિકોની છોકરી અને હરિયાણાના છોકરા વચ્ચે ઓનલાઇન મિત્રતા થઈ તો છોકરી લગ્ન માટે ભારત આવી ગઈ. લગ્નના રીતિ રિવાજો પણ ન થયા હતા કે તેના પહેલા lockdown આવી ગયું. ૨૪ એપ્રિલે છોકરીની માતાએ પાછું આવવાનું કહ્યું એટલા માટે રાત્રે આઠ વાગ્યે ખૂલ્યું અને લગ્ન થયા. આ અનોખા લગ્ન હરિયાણાના રોહતકમાં થયા.
રોહતકની સૂર્ય કોલોનીના નિરંજન કશ્યપના ત્રણ વર્ષ પહેલા મેક્સિકન છોકરી સાથે ઓનલાઇન મિત્રતા થઈ હતી. નિરંજન અને મેક્સિકન ની છોકરી ડાના જોહેરી ક્રૂઝની મિત્રતા 2017 માં ઓનલાઈન સ્પેનિશ લેંગ્વેજનો કોર્સ કરતા થઈ હતી.
નિરંજન એ પહેલા હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યો છે. ત્યારબાદ તેણે ઓનલાઇન લેંગ્વેજ કોર્સમાં એડમિશન લીધું. 2017 માટે છોકરી ને મળવા માટે મેક્સિકો પણ ગયો. નવેમ્બર 2018માં છોકરી ટુરિસ્ટ વિઝા પર માતા સાથે રોહતક પણ આવી હતી.
આ સમયે નિરંજન ના જન્મદિવસ ઉપર જ સગાઈના રીતિરિવાજો પૂરા કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્નમાં નાગરિકતા અડચણ બનેલી હતી. એવામાં મંજૂરી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ને ત્યાં એપ્લિકેશન દાખલ કરવામાં આવી.
જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી lockdown પહેલા લગ્ન પર કોઇને મુશ્કેલી ન થાય એટલા માટે પબ્લિક નોટિસ કાઢવામાં આવી. હવે lockdown ના કારણે લગ્નના રીતિ રિવાજો ટકેલા હતા. જેવી જિલ્લા મેજિસ્ટ્રેટને તેની જાણકારી મળે તો રાત્રે આઠ વાગ્યે પોતાનો કોર્ટ રૂમ ખોલ્યો અને લગ્ન કરવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news