તોરબાઝ(Torbaaz) ફિલ્મના પાર્ટનર પુનીત સિંહે(Puneet Singh) ગિરીશના પુત્રના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. પુનીતે એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, ‘મિસ્ટર મલિકનો પુત્ર હવે નથી રહ્યો, પરંતુ આ સમયે હું બીજું કંઈ કહી શકું નહીં, આખરે આ કેવી રીતે થયું, અમે વાત કરવાની સ્થિતિમાં નથી.’
હોળીનો તહેવાર ઘણાના ઘરમાં ખુશીઓ લઈને આવ્યો, તો ક્યાંક શોક છવાઈ ગયો. સંજય દત્ત અભિનીત ફિલ્મ તોરબાઝના ડાયરેક્ટર ગિરીશ મલિક માટે આ હોળી ખરાબ સાબિત થઈ છે. તેણે હોળીના દિવસે 18 માર્ચે તેનો 17 વર્ષનો પુત્ર મનન ગુમાવ્યો હતો. અહેવાલો અનુસાર, મનનનું મૃત્યુ બિલ્ડિંગના પાંચમા માળેથી પડવાથી થયું હતું અને આ અકસ્માત હોળીની ઉજવણી કર્યા પછી થયો હતો. સંજય દત્તે પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે.
એક અહેવાલ મુજબ, મનન હોળી રમીને ઘરે પાછો આવ્યો હતો. થોડા સમય પછી તે ઓબેરોય સ્પ્રિંગ્સમાં તેની બિલ્ડીંગના પાંચમા માળેથી પડી ગયો હતો. આ અકસ્માતની જાણ થતા તાત્કાલિક તેને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી.
તોરબાઝના પ્રોડ્યુસર ચોંકી ગયા:
તોરબાઝના પ્રોડ્યુસર રાહુલ મિત્રાએ મનનના મૃત્યુ પર દુખ વ્યક્ત કરતા કહ્યું- ‘અકસ્માત વિશે સાંભળીને ખુબ જ દુખ થયું. સંજુ(સંજય દત્ત) પણ ઊંડા શોકમાં છે. આ દુ:ખ વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી. તોરબાઝ બનાવતી વખતે હું મનનને મળ્યો હતો, તે ખૂબ જ પ્રતિભાશાળી અને સક્ષમ છોકરો હતો. ભગવાન આ સમયે ગિરીશ અને તેના પરિવારને હિંમત આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.