રાજ્ય સરકારે હટાવી દીધા આ કડક નિયમો- નાઈટ કર્ફ્યુ સિવાય દરેક નિયમો થયા દુર

કોરોનાકાળના આ સમયમાં દિલ્હી (Delhi) માં વીકેન્ડ કર્ફ્યુ (Weekend curfew) ખતમ થઈ ગયો છે. તેની માહિતી આજે યોજાયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની બેઠકમાં આપવામાં આવી હતી અને થોડા સમય પછી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, બેઠકમાં દિલ્હીમાં કોરોનાના ઘટતા કેસ બાદ ઓડ-ઇવન રીતે દુકાનો ખોલવાનો નિર્ણય પણ નાબૂદ કરવામાં આવ્યો છે. તો પણ રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે. રાત્રીના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રાખવામાં આવેલો છે.

મળતી માહિતી અનુસાર સીએમ અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને રાજ્યમાંથી વીકએન્ડ કર્ફ્યુ હટાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર કોરોનાને કારણે નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે તેમજ કડક નિયંત્રણો ચાલુ રહેશે,પરંતુ સપ્તાહના અંતે કર્ફ્યુ સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયેલો છે. 50 ટકા ક્ષમતા સાથે મેરેજ હોલ ખુલશે, તેમાં વધુમાં વધુ 200 લોકોને મંજૂરી આપવામાં આવશે.

આ સમયમાં 50 ટકા ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજુરી મળી છે.બ અને ઓડ-ઈવનની તર્જ પર દુકાનો ખોલવાનો નિર્ણય નાબુદ કરવામાં આવ્યો છે. DDMA ની આગામી બેઠકમાં શાળા ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. કોરોનાના આ સમયમાં રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ વીકએન્ડ કર્ફ્યુમાં રાહત આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું હતું કે આજે દિલ્હીમાં 5 હજારથી ઓછા કેસ આવ્યા છે. આ સિવાય રાજ્યમાં કોરોના સંક્રમણનો દર 10 ટકાથી ઓછો થયો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા લગ્ન સમારોહ માટે મંજુરી આપી છે. કોરોનાને કારણે લગ્ન પ્રસંગમાં માત્ર 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ DDMAએ પોતાની બેઠકમાં લીધેલા નિર્ણયમાં લગ્નમાં આવનાર મહેમાનોની સંખ્યામાં છૂટછાટ જાહેર કરી દીધી છે. હવે લગ્ન-પ્રસંગોમાં વધુમાં વધુ 200 મહેમાનોની છૂટ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *