રાતોરાત આ મહિલાએ ઘટાડી નાખ્યું 95 કિલો વજન- જુઓ કેવી રીતે?

ઇંગ્લેન્ડ: મોટાપોએ એક બહુ જ મોટી મુશ્કેલી છે. આ સમસ્યા તો ઘણા લોકોમાં બહુ જ હદ સુધી વધી ગઈ હોય છે. એક મહિલાનું વજન એટલું વધારે હતું કે, એક સમયે તેને આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હતો. પણ ત્યારે તેણે મન મજબૂત કરીને 16 જ મહિનામાં તેને 95 કિલો વજન ઓછું કર્યું છે. એટલું જ નહિ, આ મહિલા આજે એક ફિટનેસ ટ્રેનર છે અને બીજા લોકોને વજન ઘટાડવા માટે મદદ કરે છે.

આ બનાવ ઇંગ્લેન્ડના એક શહેરમાં રહેતી જેનિફર મલિક નામની મહિલાની છે. જયારે તે 29 વર્ષની યુવતી હતી ત્યારે તે બહુ જ જાડી હતી. તેને રોજિંદા જીવનમાં વજન વધારે હોવાને કારણે તેને ઘણી તકલીફ પડતી હતી. તેમની આસપાસના લોકો તેનો મજાક ઉડાવતા હતા. જેને કારણે કોઈપણ તેની સાથે મિત્રતા પણ કરતા ન હતા. મોતાપને કારણે તે ડિપ્રેશનમાં જતી રહી હતી. જેનિફરને ખાવા પીવાનો ખુબ શોખ હતો.

એક દિવસ ડિપ્રેશનમાં આવીને તેને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો. જેને કારણે તેણે ઘણીબધી ઊંઘની ગોળીઓ હાથમાં લઇ તેને ખાઈને મરવા જઈ રહી હતી. ત્યારે તેની નજર બેડ પર સુતેલી તેની 3 વર્ષની દીકરી પર પડી હતી. જેનિફરે દીકરીની સ્માઈલ જોઈને આત્મહત્યા કરવાનો વિચાર ત્યજી દીધો હતો. તેણે વિચાર્યું હતું કે, જો હું નહિ રવ તો મારી દીકરીનું શું થશે. પછી મોડી રાત્રે તેનો પતિ ઘરે આવે છે અને જેનિફર એ બધી હકીકત તેને જણાવે છે. તેનો પતિ તેને કહે છે કે તારા જતા રહેવાથી અમારું જીવન સરળ બની નહીં જાય.

ત્યારબાદ બીજે જ દિવસથી તેણે વજન ઘટાડવા માટે મન મક્કમ કરી લીધું હતું. તેને પોતાના ઘરમાં રહેલ બધું જ અનહેલ્થી ચીજોને ઘરની બહાર ફેંકી દીધું હતું અને તેણે ઇન્ટરનેટ પરથી હેલ્થી ખાવાનું બનાવતા શીખી લીધું હતું. તે રાત્રે બહુ દૂર સુધી ચાલવા જવા લાગી હતી. આમ કરીને 3 જ અઠવાડિયામાં તેને 3 કિલોથી વધુ વજન ઘટાડી દીધું હતું. આનાથી તેને વજન ઘટવાથી તેને પ્રેરણા મળી અને 16 જ મહિનામાં તેણે 95 કિલો વજન ઘટાડી દીધું હતું. જેનિફરે આ સ્કિનને સરખી કરવા માટે 9 લાખ રૂપિયા ખર્ચ કર્યા અને એક સર્જરી કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *