West Bengal Girl Rape Murder Case: પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર(North Dinajpur) જિલ્લામાં એક સગીર યુવતી સાથે કથિત બળાત્કાર અને હત્યા બાદ ખળભળાટ મચી ગયો છે. જ્યારે યુવતીના પરિવાર અને ગામના લોકો કહી રહ્યા છે કે તેની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી છે, તો પોલીસનું કહેવું છે કે યુવતીના શરીર પાસેથી ઝેરની બોટલ મળી આવી છે. આ મુદ્દે બંગાળમાં રાજકારણ ગરમાયું છે.
In this video, the body West Bengal Police is insensitively dragging is that of a minor rape and murder victim from the Rajbongshi community in Uttar Dinajpur’s Kaliaganj. Such haste is often seen when the purpose is to eliminate or dilute evidence and cover up the crime… pic.twitter.com/zgz2Rxlik1
— Amit Malviya (@amitmalviya) April 22, 2023
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ:
બંગાળ પોલીસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ યુવતીની લાશ લઈને રસ્તા પર દોડતા જોવા મળે છે. વિડીયો સામે આવ્યા બાદ મમતા બેનર્જી સરકાર પર સવાલો ઉઠવા લાગ્યા છે. ભાજપનો સવાલ એ છે કે પોલીસ-પ્રશાસન આટલી ઉતાવળમાં કેમ છે?
લોકો દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો:
પોલીસનું કહેવું છે કે, યુવતી ગુમ થઈ ગઈ હતી, પરંતુ તેના પરિવારે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં કાલિયાગંજ વિસ્તારમાં યુવતીની લાશ નહેરમાં તરતી મળી આવી હતી. જ્યારે પોલીસ બાળકીની લાશ લેવા પહોંચી તો તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ ઝેરી પદાર્થનું સેવન જણાવવામાં આવ્યું છે.
ભાજપનો બંગાળ સરકાર પર હુમલો:
પરિવારે એક યુવક પર મૌખિક આરોપ લગાવ્યો છે, જેને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસનું એમ પણ કહેવું છે કે, યુવતીના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. પરંતુ પોલીસના આ ખુલાસા વચ્ચે ભાજપ આ મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
લાશ મળી આવતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ:
યુવતીનો મૃતદેહ મળ્યા બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. ઉત્તર દિનાજપુરના પોલીસ અધિક્ષક સના અખ્તરે જણાવ્યું કે જ્યારે પોલીસ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લેવા ગઈ તો તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. આ પછી પોલીસે લાશનો કબજો લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.