એવી તો શું અમુલ્ય વસ્તુ મળી કે જેને વેચતા આ મહિલા રાતોરાત જ બની ગઈ લાખોપતિ 

સોશિયલ મીડિયામાં અવારનવાર આપણને વિશ્વાસમાં ન આવે એવી અથવા તો નવાઈ પમાડે એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના પશ્ચિમ બંગાળમાંથી સામે આવી રહી છે.કેટલાંક લોકોના નસીબ રાતોરાત ઉઘડી જતાં હોય છે.

પશ્ચિમ બંગાળની વૃદ્ધ મહિલા એક માછલીને લીધે માલામાલ થઇ ગઈ છે. આ એક માછલીએ એને રાતોરાત અમીર બનાવી દીધી છે. આ વૃદ્ધ મહિલાએ ગયા શનિવારે એક માછલી પકડી હતી. જેને વેચવા જતા એને કુલ 3 લાખ રુપિયા મળ્યા છે. મળી રહેલ જાણકારી મુજબ પશ્ચિમ બંગાળનાં પરગણા જિલ્લામાં આવેલ સુંદરવન વિસ્તારના સાગર દ્વિપમાં પુષ્પા કર નામની એક વૃદ્ધ મહિલા રહે છે.

જેણે શનિવારે નદીમાંથી કુલ 52 કિલોની એક માછલી પકડી હતી. આ માછલીને બજારમાં વેચવા જતા એને પ્રતિ કિલોનાં કુલ 6,200 રુપિયા મળ્યા હતાં. જેને લીધે આ મહિલાને કુલ 3 લાખ કરતાં પણ વધુની રકમ મળી છે. આ મહિલાએ તો ક્યારેય સપનામાં પણ વિચાર્યુ ન હતું કે, એને એક માછલી માટે આટલા બધા રુપિયા મળશે.

લાખોમાં બોલાઈ માછલીની કિંમત :
ગામલોકોનું જણાવવું છે કે, આટલી વિશાળ માછલી કદાચ કોઇ જહાજની સાથે અથડાઇને મરી ગઇ હશે. પુષ્પા કર જ્યારે માછલી પકડવા માટે ગઇ તો તેમણે એક વિશાળકાય માછલીને સપાટી ઉપર તરતા જોઇ તથા એ પાણીમાં કુદી પડી.

ખુબ મહેનત પછી એ માછલીને લઇને કિનારે પહોંચી. આ માછલી સડવા લાગી હતી તેમજ એનું શરીર પણ રબર જેવું થઇ ગયું હતું. તેવા સમયમાં આ માછલીનો ઉપયોગ ભલે ખાવા માટે તો ન થાય પણ બીજા કેટલાંક કામો માટે આ માછલી ઉપયોગી બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *